ગાંધીનગરઃ ગાંધીનગર વિધાનસભામાં નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ બજેટ લઈને વિધાનસભા પહોંચી ગયા છે. બજેટ અંગે CM ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે બજેટ આત્મનિર્ભર ભારતનું હશે. લોકોનું હિતકારી અને લોક ઉપયોગી બજેટ હશે.અમૃતકાળનું બજેટ હશે.
ગયા વર્ષથી વારલી પેઈન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતાં વારલી પેઈન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ 'ખાટલી ભરતથી ગુંથવામાં આવ્યું.
કોરોનાકાળ વખતે પણ તેમણે બજેટ રજૂ કરેલું હતું. એ સમયે આરોગ્ય ક્ષેત્રે મોટા ખર્ચાઓ થયા હોવા છતાં કોઈ નવા કર લાગુ કર્યા ન હતા. કેન્દ્રના બજેટમાં આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. આ જ અભિગમને ગુજરાતના બજેટમાં ફોલો કરવામાં આવી શકે છે.
મોટો અંદાજઃ જંત્રીના ભાવમાં વધારો કર્યા બાદનું આ પહેલું બજેટ છે. એટલે કે, સરકારની આવકમાં વધારો થતા વર્ષ 2023-24ના બજેટનું આર્થિક પાસા પરનું કદ 2.90 લાખ કરોડ રહેવાનો અંદાજો છે. ખાસ કરીને રોજગારી અને નવી યોજના પર સૌની નજર છે. માનવ વિકાસ સૂચકાંક અને આંતરમાળખા ક્ષેત્રે સૌથી વધારે રકમ ફાળવવામાં આવે એવા એંધાણ વર્તાય રહ્યા છે. વિકાસના આગામી એજન્ડાને ધ્યાને રાખીને બજેટ રજૂ થઈ શકે છે. બજેટમાં આર્થિક રકમ દર વર્ષે વધી રહી છે. વર્ષ 2021-22માં બજેટ 2.27 કરોડ, વર્ષ 2022-23માં 2.43 કરોડનું અને હવે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. અગાઉના ત્રણ વર્ષ કરતા આ બજેટનું કદ મોટું રહેવાની પૂરી શક્યતાઓ છે.
ફ્લેશ બેકઃ ગુજરાત સરકાર છેલ્લા પંદર વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરી રહી છે. ગત વર્ષે નાણાપ્રધાન કનુ દેસાઈએ પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષના બજેટમાં એક પણ રૂપિયાનો ઓવરડ્રાફટ લેવામાં આવ્યો ન હતો. તેમ છતાં આર્થિક જવાબદારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. સીજીએસટીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat Assembly Bill 2023 : ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતે સર્વ સંમતિથી બિલ પસાર કરવામાં આવ્યું
વેટ વધારાના એંધાણઃ આવી આવક સામે ખર્ચ પણ વધી રહ્યો છે. આ માહોલ વચ્ચે સરકાર વેટમાં વધારો કરી શકે એવી પૂરી શક્યતાઓ છે. જો એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો થશે તો ઈમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રને સીધી અસર થશે. કનુ દેસાઈ સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, વિદેશી રોકાણના પાસા પર કોઈ મોટી સ્કિમ જાહેર કરી શકે છે. જ્યારે શિક્ષણક્ષેત્રે સ્માર્ટ અને મોડલ સ્કૂલ પર ભાર મૂકી શકે છે.