ETV Bharat / state

Gujarat e Assembly : ઓનલાઈન MLA પ્રેઝન્ટ, આઈ ડિટેક્શન સિક્યુરિટી, 2 સર્વરથી સજ્જ હશે ગુજરાત ઈ-વિધાનસભા

લોકસભામાં પેપરલેસ કામગીરી શરૂ થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ચોમાસુ સત્ર માટે ઈ-વિધાનસભા કામગીરી શરૂ કરાઈ છે. આજથી ધારાસભ્યોની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. 22થી 25 ધારાસભ્યોની ટીમને 2થી 3 કલાકની ટ્રેનિંગ આપવામાં આવી છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ ટ્રેનિંગ સેશનની શરૂઆત કરાવી હતી. જેમાં પક્ષના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વિપક્ષ નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર અને અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રેનિંગ લીધી હતી.

ધારાસભ્યોએ લીધી ઈ વિધાનસભાની ટ્રેનિંગ
ધારાસભ્યોએ લીધી ઈ વિધાનસભાની ટ્રેનિંગ
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 5:53 PM IST

Gujarat e Assembly

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઈ-વિધાનસભા વિશે વિસ્તૃત માહિતી આપી છે. ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ઉપર જ ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે તે શરૂ કરવાની સાથે ધારાસભ્યની હાજરી નોંધાઈ જશે. જેથી પેપર કે મસ્ટરમાં હાજરી નોંધવાની જરૂર રહેશે નહીં. જ્યારે ડેટાની કોઈ પણ પ્રકારની ચોરી ના થાય તે માટે એપલ કંપનીના ટેબલેટ પર પસંદગી ઉતારવામાં આવી છે. કોઈપણ ધારાસભ્ય બીજા ધારાસભ્યના ટેબલેટ નો ઉપયોગ ન કરી શકે તે માટે આઈ ડિટેક્શન સિક્યુરિટીની વ્યવસ્થા કરાઈ છે.

Gujarat e Assembly
Gujarat e Assembly

તમામ કામગીરી ઓનલાઇનઃ વિધાનસભાની તમામ કામગીરી જેવી કે પ્રશ્નોત્તરી વિભાગનો રિપોર્ટ, 116ની નોટિસ, તારાંકિત પ્રશ્નો, ધારાસભ્યોને વિધાનસભાને લખતા અથવા તો અધ્યક્ષને લખાવનારા પત્રો વગેરેનો ઓનલાઈન સુવિધા હેઠળ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં કયા ધારાસભ્યો બોલી રહ્યા છે તે પણ અન્ય ધારાસભ્યને ખબર પડે તેવી વ્યવસ્થા ટેબલેટ ની સ્ક્રીન ઉપર ઉપલબ્ધ છે. જ્યારે ધારાસભ્યની સ્પીચ કેટલા મિનિટ બાકી છે અને કેટલા મિનિટ બોલવાની પરવાનગી આપવામાં આવી છે તે તમામ બાબતોનો ડિજિટલી સંગ્રહ આ ઈ-વિધાનસભામાં કરવામાં આવ્યો છે. ઉપરાંત અધ્યક્ષ કોઈ પણ ધારાસભ્યને તેના જ ટેબલેટના મારફતથી ડાયરેક્ટ નોટિસ મોકલી શકશે.

Gujarat e Assembly
Gujarat e Assembly

IIM અમદાવાદ દ્વારા સ્ટેન્ડ બનાવવામાં આવ્યુંઃ ટેબલેટને રાખવા માટે ખાસ બ્રોઝનું સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી વિધાનસભા ગૃહની અંદર પક્ષો વચ્ચે ગરમાગરમી થાય તો કોઈ ધારાસભ્ય તેને ઉખાડીને બીજાને મારી ના શકે તેવી માહિતી શંકર ચૌધરીએ આપી છે. આ સ્ટેન્ડની ડિઝાઈન અનેક ડિઝાઈન બાદ ફાઈનલ કરવામાં આવી છે. આ સ્ટેન્ડ IIM અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

વન નેશન વન એપ્લિકેશન ના સૂત્ર સાથે ગુજરાત વિધાનસભામાં પેપર લેસ કાર્યવાહી થાય તે માટેની આજથી શરૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યોના ટ્રેનિંગ સેશનની શરૂઆત થઈ છે. આમ, ચોમાસાસત્રથી વિધાનસભાના ધારાસભ્યો ટેબ્લેટનો સરળતાથી ઉપયોગ કરી શકશે. ઉપરાંત જો કોઈ ધારાસભ્યને ફાવશે નહીં તો કર્મચારીઓ દ્વારા તેમના મત વિસ્તારમાં જઈને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને લોકસભા દ્વારા સતત માર્ગદર્શન મળ્યું છે. હું તમામનો આભાર માનું છું...શંકર ચૌધરી(અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા)

ધારાસભ્યો કાર્યકર્તાઓને આપી શકશે એક્સેસઃ ગુજરાત વિધાનસભાના તમામ સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને આવે છે. ગૃહ સમક્ષ, ગૃહની કામગીરીમાં નાગરિકોનો સમાવેશ થાય તે માટે ધારાસભ્યોને ગૃહમાંથી વિશેષ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. જેમાં ધારાસભ્યો પોતાના કાર્યકર્તાઓ પ્રશ્ન પૂછવા માટેનું ખાસ એક્સેસ આપી શકશે. જેમાં ધારાસભ્યની પરવાનગી બાદ જે તે પ્રશ્ન વિભાગ અને ગૃહમાં રજૂ થઈ શકશે. આમ વધુમાં વધુ 1000 જેટલા કાર્યકર્તાઓને એક્સેસ આપી શકાય તેવી સુવિધાઓ ઈ-વિધાનસભામાં આપી શકાશે. જેથી ગ્રાઉન્ડ લેવલની સમસ્યાઓ અને રજૂઆતોની જાણકારી ગૃહને મળી રહે.

2 સર્વરમાં ડેટા રહેશેઃ ઈ-વિધાનસભાના ડેટા કલેકશન માટે ખાસ સર્વર પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક સર્વર ગુજરાતમાં રાખવામાં આવશે અને બીજું સર્વર ગુજરાતની બહાર રાખવામાં આવશે. જેથી કોઈ ઈમર્જન્સી, કુદરતી આપત્તિમાં સર્વર બગડી જાય તૂટી જાય તો બીજા સર્વરમાં ડેટા સુરક્ષિત રહે. આમ ગુજરાત વિધાનસભામાં થતી તમામ કામગીરી ધારાસભ્યો ની સ્પીચ નિવેદન પ્રશ્નોત્તરી બજેટ નિયમો અને અધ્યક્ષ એ કરેલા સૂચનો તમામ કામગીરીનો ડેટા આ સર્વરમાં સ્ટોર થશે.

  1. Gujarat Assembly : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે ચલાવશે વિધાનસભા
  2. Gujarat Assembly : વિધાનસભા બનશે પેપર લેસ, ધારાસભ્યોને હવે ટેબલેટના માધ્યમથી કામગીરી કરવાની રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.