ETV Bharat / state

ગુજરાત ચૂંટણીમાં મતદાન દરમિયાન 104 ફરિયાદ, 4 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો બહિષ્કાર - નાગરિકો દ્વારા મતદાનનો બહિષ્કાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠક ઉપર 1 ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એવામાં ચાર ગામોએ ચૂંટણાને લીને બહિષ્કાર નોંધાવ્યો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ તમામ નાગરિકોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. પરંતુ જામનગરમાં એક, નર્મદાના એક અને ભરૂચના 2 ગ્રામ્ય વિસ્તારો કેસર અને મહુજા વિસ્તારમાં માં નાગરિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

ગુજરાત ચૂંટણીમાં મતદાન દરમિયાન 104 ફરિયાદ, 4 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો બહિષ્કાર

author img

By

Published : Dec 2, 2022, 2:34 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠક ઉપર 1 ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન (Gujarat Election First Phase Voting) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાંચ વાગ્યા સુધી જે લોકો મતદાન મથકની અંદર હતા. તેવા મતદારોને મતદાન કરવા દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇવીએમ મશીન સીલ (EVM Machine Seal) કરીને સ્ટ્રોંગ રૂમમાં પણ ખસેડવામાં આવ્યા છે. ત્યારે 19 જિલ્લાની 89 બેઠક ઉપર સરેરાશ 60.47 ટકા મતદાન નોંધાયું છે.

જામનગરમાં એક, નર્મદાના એક અને ભરૂચના 2 ગ્રામ્ય વિસ્તારો કેસર અને મહુજા વિસ્તારમાં માં નાગરિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

4 ગ્રામ્ય વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Electoral Officer of Gujarat) પી ભારતીએ જણાવ્યું હતું કે સવારે 8:00 કલાકે 19 જિલ્લાના 89 વિધાનસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે 5:00 વાગ્યે પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે તમામ નાગરિકોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. પરંતુ જામનગરમાં એક, નર્મદાના એક અને ભરૂચના 2 ગ્રામ્ય વિસ્તારો કેસર અને મહુજા વિસ્તારમાં નાગરિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં નર્મદામાં જમીનના પ્રશ્ન (Land question in Narmada) અને સામાન્ય સુવિધાઓના અભાવના કારણે મતદાનનો બહિષ્કાર ( Boycott of voting in 4 rural areas ) કરાયો છે જ્યારે અન્ય એક જગ્યાએ સ્ત્રી પુરુષ મતદાન મથક અલગ ન હોવાના કારણે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

વિધાનસભા ચૂંટણી 2022 :  પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી  60.47 ટકા

મતદાન દરમિયાન અનેક ફરિયાદો રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે મતદાનના કલાકો દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ રાજ્ય ચૂંટણી પંચને 33 એલર્ટ પ્રાપ્ત થયા હતા. EVM ના 17, ચૂંટણી બહિષ્કાર ના 5 અને ટોળા અંગેની ફરિયાદ 2 અને બોગસ વોટિંગ ની 2 એલર્ટ સહિત કુલ 7 જેટલી ફરિયાદ થઈ હતી. જ્યારે ગુજરાત ચૂંટણી પંચમાં ઈમેલ, ફોનથી EVM અંગેની 6 ફરીયાદ, બોગસ વોટિંગ 2 ફરિયાદ, લોં એન્ડ ઓર્ડર ની 30, અને આચાર સહિતા ભંગની છત્રીસ તથા અન્ય ફરિયાદો મળીને કુલ 104 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જ્યારે અન્ય ફરિયાદ ની વાત કરવામાં આવે તો ધીમું મતદાન પાવર કટની ફરિયાદ અને બોગસ્પોટિંગની ફરિયાદ સામે આવી હતી C VIGIL APP માં 221 ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

મતદાન દરમિયાન EVM ખરાબ ચૂંટણીમાં મતદાન ની પ્રક્રિયા દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ EVM મશીન બગડવાની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી જે બાબતે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે અને પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 19 જિલ્લા લગભગ 26,269 બેલેટ યુનિટ 25,430 કંટ્રોલ યુનિટ, 24,430 VVPET કાર્યરત હતા, 89 બેલેટ યુનિટ, 89 કંટ્રોલ યુનિટ અને 238 VVPET મશીન ચૂંટણી ના મતદાન પ્રક્રિયા દરમિયાન ખરાબ થયા હતા ત્યારે તેને પણ તાત્કાલિક ધોરણે રિપ્લેસ કરવામાં આવ્યા છે, જ્યારે મતદાન દરમિયાન રાજ્ય ચૂંટણી પંચને કુલ 18 જેટલી EVM અંગેની ફરિયાદ પણ પ્રાપ્ત થઈ હતી જ્યારે તમામ જિલ્લામાં ઝોનલ ઓફિસર અને ઇન્ચાર્જ અધિકારી પાસે રીઝર્વ રાખવામાં આવેલ મશીન તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અને જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જરી હતી ત્યાં પણ નજીવા સમયમાં ઇવીએમ મશીનનું બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને VVPET બદલવામાં આવ્યું છે.

વર્ષ 2017 વોટિંગ શેર..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.