ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની (Gujarat Assembly 2022)પ્રશ્નોત્તરીમાં રાજ્યનું છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિ પ્રમાણે 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ રાજ્યના માટે 3,00,963 કરોડ રૂપિયાનું જાહેર દેવું (Debt in Gujarat)હોવાનું લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે કરેલા પ્રશ્નમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકરે લીધેલ લોન પર સરકાર 4.96 ટકા થી 9.55 ટકાના દરે વ્યાજ અને મુદ્દલ ચુકવવામાં આવે છે.
રાજ્ય સરકાર 4.50 કરોડ દેવું લઈ શકે છે - વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈએ વધુમાં(Finance Minister of Gujarat) જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું કુલ દેવું અત્યારે 3,00,963 કરોડ રૂપિયા છે. જ્યારે કાયદા પ્રમાણે ગુજરાત સરકાર 4,50,000 કરોડ રૂપિયાનું દેવું કરી શકે છે, જ્યારે રાજ્યમાં આ દેવું થયું છે તે વિકાસના કામ જેવા કે રોડ રસ્તા બનાવવા, સરદાર સરોવર યોજના, નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ, આંતરમાળખાકીય સગવડો, બંદરો, ઔદ્યોગિક વિકાસ કરવામાં આવે છે. જ્યારે જાહેર દેવું રાજ્ય સરકારની આવક પર દેવું કરવામાં આવે છે. જ્યારે રાજ્ય જાહેર દેવું મે સુધી ખર્ચમાંથી ચૂકવવામાં આવે છે. પરંતુ રાજ્યમાં વિકાસ માટે કરવામાં આવતા ખર્ચ માટે ગુજરાત દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડેક્સમાં સ્થાનિક છે.
રાજ્યના બજેટના કુલ 10 ટકા તો વ્યાજમાં જાય - ગુજરાત સરકાર પર જાહેર થયેલ દેવાના આંકડા પર કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે તે કયા કારણોથી વધી રહ્યું છે. જ્યારે ગુજરાતના બજેટના 10 ટકા રકમ તો લીધેલ લોનના વ્યાજ અને મુદ્દલમાં જ ચુકવવામાં આવી રહ્યાં છે, ત્યારે રાજ્યના નાણાંપ્રધાન કનું દેસાઈએ ગૃહમાં જવાબ આપ્યો હતો કે રાજ્યનું દેવું નિયમ પ્રમાણે જ છે અને ગુજરાત રાજ્ય સરકાર 4.50 લાખ કરોડનું દેવું કરી શકે છે.
- કોની જોડેથી કેટલી લોન લીધી અને કેટલું વ્યાજ ચુકવવામાં આવે છે
- નાણાકીય સંસ્થાઓની લોન 4.96 ટકા
- બજાર લોન 7.85 ટકા
- NSSF લોન 9.55 ટકા
- કેન્દ્રીય દેવું 2.29 ટકા
રાજ્ય સરકારે ચૂકવેલ વ્યાજની વિગતો
વર્ષ | વ્યાજ | મુદ્દલ |
2019-2020 | 20,293 કરોડ | 16,701 કરોડ |
2020-2021 | 22,099 કરોડ | 17,918 કરોડ |
રાજ્યની આવક જાહેર કરી સરકારે - વિધાનસભા ગૃહમાં જામજોધપૂરના ધારાસભ્ય ચિરાગ કલરીયાએ કરેલ પ્રશ્નમાં સરકારે પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારને વર્ષ 1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 49,520.39 કરોડ રૂપિયાની આવક અને વર્ષ 01 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2021માં 71,473.48 કરોડ રૂપિયાની આવક IGST, SGST અને VATમાં આવક થઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે વિધાનસભામાં 2018-19માં 2,40,652 કરોડનું દેવું હોવાનું સ્વીકાર્યું
10,719 કરોડ કેન્દ્ર સરકાર પાસેથી લેવાના બાકી - 31 ડીસેમ્બર 2022ની પરિસ્થિતિ છેલ્લા બે વર્ષમાં GSTના અમલ વળતર યોજના હેઠળ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કુલ દાવાની સામે કેટલી રકમ વળતર પેટે ચૂકવી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 31 december 2021 થી સ્થિતિએ 14,016.03 કરોડ વળતર તરીકે અને 22,262.21 કરોડ લોન તરીકે કુલ 36,278.24 કરોડ મળેલ છે, જ્યારે હજુ કેન્દ્ર સરકાર પાસેથી 10,719.71 કરોડ રૂપિયા બાકી લેવાના નીકળે છે.
કરોડો રૂપિયા પેન્શનમાં ચૂકવાય છે - ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ કરેલ પ્રશ્નમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ 17,589.88 કરોડ રૂપિયા પેન્શનનો વાર્ષિક ખર્ચ ચુકવામાં આવ્યો હતો. જે પૈકી રાજ્ય સરકારના પેન્શનરોનો ખર્ચ 10018.22 કરોડ જ્યારે પંચાયતના પ્રાથમિક શિક્ષકનો ખર્ચ 6219.55 કરોડ અને પંચાયત કર્મચારીઓનો ખર્ચે 1352.11 કરોડ થયો છે.
આ પણ વાંચોઃ હવે ગુજરાતનું દેવું ક્રમશઃ ઘટતું જશે: નાણાં પ્રધાન કનું દેસાઈ સાથે ETV Bharatનું રૂબરૂ