ETV Bharat / state

Gujarat Agro Industries: ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં કૌભાંડ, AGM અને આસિસ્ટન્ટ મેનેજર સસ્પેન્ડ - Agribusiness Policy

સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (Agribusiness Policy) પોલીસી હેઠળ એગ્રો પ્રોસેસીંગ યુનિટ અને ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ (Gujarat Agro Industries Corporation scam) થયું હોવાનું સામે આવ્યું છે. સરકારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડિશનલ જનરલ મેનેજર અભય જૈન અને આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ પરમારને રાતોરાત સસ્પેન્ડ કરવાના આદેશ કર્યાં છે.

Gujarat Agro Industries: ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં કૌભાંડ, AGM અને આસિસ્ટન્ટ મેનેજર સસ્પેન્ડ

author img

By

Published : Feb 24, 2022, 8:15 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી થશે તેવી જાહેરાત કરી હતી. જે અન્વયે રાજ્ય સરકારે પણ વર્ષ 2016 માં સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિની (Agribusiness Policy)જાહેરાત કરી હતી. આ પોલીસી હેઠળ એગ્રો પ્રોસેસીંગ યુનિટ અને ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 300 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું(Scandal in Gujarat Agro Industries Corporation) છે. તપાસ કમિટી દ્વારા જ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેને અંતે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડિશનલ જનરલ મેનેજર અભય જૈન અને આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ પરમારને રાતોરાત સસ્પેન્ડ એ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન

ફરિયાદ મળતા તપાસ કમિટી બનાવી

ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના (Gujarat Agro Industries Corporation) ચેરમેન એવા મધુ શ્રીવાસ્તને ખેડૂતો બાબતે અનેક ફરિયાદો પ્રાપ્ત થતી હતી અને ખેડૂતોને સબસિડીનો લાભ લેવા માટે વારે ઘડીએ ધક્કા ખાવાનો વારો આવતો હોવાનું નિવેદન મધુ શ્રીવાસ્તવે આપવામાં આવ્યું છે. જ્યારે અમુક લોકોને કોઈ પણ તપાસ કર્યા વગર સીધેસીધી સબસીડી ચૂકવવાની વાતો પણ સામે આવતાં એક તપાસ કમિટી રચવામાં આવી હતી અને પાંચ મહિનાના તપાસ બાદ બંને અધિકારીઓ વિરુદ્ધ રિપોર્ટ આવતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃરાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

450 અરજીઓમાં સબસિડીની મંજૂરી

મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં આવેલી અનેક અરજીઓમાં સબસીડીની મંજૂરી આડેધડ આપી દેવામાં આવતી હતી. જ્યારે આ બાબતની વારંવાર ફરિયાદો ઉઠતી હતી ત્યારે સરકારને પણ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતની જાણ કરતાં તપાસ કમિટી અને નિષ્પક્ષ કમિટી રચીને તપાસ કરવાની સૂચના પ્રાપ્ત થઈ હતી આમ અધિકારીઓ દ્વારા 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની વાત મધુ શ્રીવાસ્તવે કરી છે.

ટેન્ડરો પણ રદ કર્યા

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં ડ્રમ અને છત્રી આ બાબતના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા જે બાબતે મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને વધુ માહિતી માંગી હતી જેમાં ડ્રમ અને છત્રી ઓ કોને આપવાના છે કઈ જગ્યાએ વહેચણી કરવાની છે કેવી રીતે કરવાની છે અને કેટલા પ્રમાણમાં આપવાના છે તે અંગેના પ્રશ્નો પૂછતા કોઈપણ પ્રકારના પ્રત્યુત્તર પ્રાપ્ત થયો ન હતો. આમ તેને ધ્યાનમાં લઈને તેઓએ ટેન્ડર પણ મદદ કર્યા હતા અને તમામ પ્રકારની તૈયારીઓ બાદ ફરીથી નવા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Chemical spraying method by drone : કૃષિ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ અને ફાયદા જાણવા તાપીના ખેડૂતો ઉમટ્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.