ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં કુલ 61 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ સાથે જ અમિત શાહ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે," આજે જે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ રહી છે, તે નસીબદાર વિદ્યાર્થીઓ છે. કારણ કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું સમગ્ર જીવંત શિક્ષણમાં જ રહ્યું છે અને આવા વ્યક્તિના હસ્તે ડિગ્રી મળે તે ખૂબ મોટી વાત છે."
આજે યોજાયેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં 61,000 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. જેમાં 113 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. સાથે જ 39 જેટલા વિદ્યાર્થીઓને ph.Dની ડિગ્રી આપવામાં આવી હતી.
પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.