ગાંધીનગર: કોરોના કાળથી ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. બીજી બાજુ સરકાર પરિક્ષાઓનું આયોજન કરે છે, પરંતુ પેપર ફૂટી જાય છે. જેના કારણે ભરતી પ્રક્રિયાને પણ રોક લાગે છે, પરંતું જીપીએસસી દ્વારા લેવાયેલ જાહેર પરીક્ષામાં આજે 704 જેટલા ડોક્ટર કક્ષાના ઉમેદવારો પાસ થયા છે. આ બાબતે રાજ્યના કેબિનેટ કક્ષાના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે જીપીએસસી દ્વારા ડોક્ટરના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આ તમામ ડોક્ટરોને રાજ્ય સરકાર સત્તાવાર રીતે નિમણૂક આપશે.
-
Final Result, Advt. No. 137/2020-21 Medical Officer, Gujarat Medical Service, Class-2 and Tutor of Various Subject, General State Service, Class-2https://t.co/LhiJtYvlyU
— GPSC (@GPSC_OFFICIAL) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Final Result, Advt. No. 137/2020-21 Medical Officer, Gujarat Medical Service, Class-2 and Tutor of Various Subject, General State Service, Class-2https://t.co/LhiJtYvlyU
— GPSC (@GPSC_OFFICIAL) April 3, 2023Final Result, Advt. No. 137/2020-21 Medical Officer, Gujarat Medical Service, Class-2 and Tutor of Various Subject, General State Service, Class-2https://t.co/LhiJtYvlyU
— GPSC (@GPSC_OFFICIAL) April 3, 2023
જગ્યાઓ ભરવામાં આવશે: રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 સુધીમાં રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ 1 અને 2 ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે Gpsc માં પાસ થયેલા ઉમેદવારોને રાજ્યનું આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક કરશે. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે કે રાજ્યની સરકારી કોલેજમાંથી એમબીબીએસ પાસ કરેલા ડોક્ટરો કે જેઓને ફરજિયાત રીતે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવાની હોય છે. પરંતુ રાજ્ય સરકારની નિમણૂક આપેલ હોવા છતાં પણ તેઓ હાજર ન થયા હોય ના અનેક દાખલાઓ સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષની પરિસ્થિતિમાં ગુજરાતમાં કુલ 359 ડોક્ટરો એવા છે કે જેઓએ નિમણૂકની જગ્યા ઉપર હાજર થયા નથી. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 33 જેટલા ડોક્ટરો નિમણૂક થયા છતાં પણ હાજર થયા નથી. ઉપરાંત 50 ટકા બાળ નિષ્ણાંત ડૉકટરો ની ઘટ વિધાનસભા ગૃહમાં સામે આવી હતી.
આ પણ વાંચો Gandhinagar News : CMના CMOમાંથી પંડ્યાએ રાજીનામું આપવા પાછળનું કારણ કહ્યું...
ડોક્ટર ઉપલબ્ધ કરાવવા જોઈએ: સરકારે બોન્ડની રકમ પણ વસુલવાની બાકી રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જે ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં હાજર ન થાય ત્યારે બોન્ડની રકમ વસૂલવામાં આવે છે. એમબીબીએસ પાસેથી ડોકટર ૨૦ લાખ રૂપિયાનો ચાર્જ રાજ્ય સરકાર લે છે. ત્યારે 359 ડોક્ટર પાસેથી હાલમાં કુલ 18,25,00,000 રૂપિયા સરકારને લેવાના બાકી છે. આમ કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા હતા કે મોટી સંખ્યામાં ડોક્ટર હાજર થતા નથી. તેની પાસેથી રાજ્ય સરકાર બોન્ડ વસુલીને જ સંતોષ માને છે. જ્યારે હકીકતમાં સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકીને ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર ઉપલબ્ધ કરાવવા જોઈએ.
કેટલા ડૉકટરો હાજર ન થયા: બનાસકાંઠા 23 અમદાવાદ 04 મહેસાણા 07 ગાંધીનગર 01 ભરૂચ 14 નર્મદા 10 અરવલ્લી 04વલસાડ 07 છોટા ઉદેપુર 20 દાહોદ 33 કચ્છ 32મોરબી 10 ડાંગ 10 દ્વારકા 14 બોટાદ 11 ભાવનગર 05 બરોડા 01 રાજકોટ 07 જામનગર 14 મહીસાગર 10 પંચમહાલ 11 ગીર સોમનાથ 06 અમરેલી 14 આણંદ 02 ખેડા 05 જૂનાગઢ 05 પોરબંદર 00 સાબરકાંઠા 04 સુરત 21 પાટણ 10 સુરેન્દ્રનગર 25 નવસારી 09 તાપી 09 આટલા ડૉકટરો હાજર રહ્યા ન હતા.