ETV Bharat / state

ગુજરાતમાં નિરાધાર વૃદ્ધોને 750 રૂપિયા પેન્શન ચૂકવે છે રાજ્ય સરકાર - HELPFULL

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ચર્ચા કરવામાં આવી હતી, આ સંદર્ભે વિપક્ષે સરકારને આડે હાથ લીધી હતી. આ અંગે કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે રાજ્યના નિરાધાર વૃદ્ધો માટે ચાલી રહેલી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

ff
author img

By

Published : Jul 11, 2019, 5:06 AM IST

રાજ્યમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેનશ્ન યોજના હેઠળ અમરેલી જિલ્લામાં તા.31.3.19ની સ્થિતિએ 2885 અરજીઓ મળી હતી. જેમાંથી 2451 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 340 અરજી નિયત વય ન ધરાવતા હોવાને કારણે રદ્દ કરાઈ છે. ગૃહમાં સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા અમરેલી જિલ્લામાં ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી અરજી મંજૂર થઈ છે, તે સંદર્ભે સવાલ કર્યો હતો.

જેનો જવાબ આપતા કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે રાજ્યમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા 550 અને કેન્દ્ર સરકાર દ્વારા 200 એમ કુલ મળીને 750 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે 80 વર્ષથી વધુ વયના વયસ્યકોને 500 રાજ્ય સરકાર અને 500 કેન્દ્ર સરકાર એમ કુલ મળી 1000 રૂપિયા આપવામાં આવે છે.આ યોજનાની માહિતી તાલુકા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીના સેવા કેન્દ્રો પર ઉપલ્બ્ધ થશે. આ અરજી મંજૂર કરવાની સત્તા મામલતદાર પાસે છે.

ઈશ્વર પરમારે જણાવ્યું હતુ કે રાજ્યમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ 92 હજાર વૃદ્ધોને માસિક 750ની સહાય ચુકવવામાં આવે છે. જે સીધુ અરજદારના ખાતામાં જમા કરવામાં આવશે.

Intro:રાજ્ય સરકાર ૬૦ થી વધુ વયના નિરાધાર વૃદ્ધોને રૂપિયા ૭૫૦/-ની પેન્શન સહાયની સીધી બેન્ક ખાતાં થી આપવામાં આવશે : ઈશ્વરભાઈ પરમાર

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ચર્ચાઓ કરવામાં આવવી હતી. જેને લઈને વિપક્ષ દ્વારા પણ નાએક આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઈને કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે રાજ્યના નિરાધાર વૃદ્ધોની પુરતી સંભાળ લઈ તેમને નિરાધાર વૃદ્ધ સહાય નિયમિત ચૂકવાય તેની પણ ચિંતા કરી છે. Body:રાજ્યમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ અમરેલી જિલ્લામાં તા.૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ ૨૮૮૫ અરજીઓ મળી હતી, જેમાંથી ૨૪૫૧ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ૩૪૦ જેટલી અરજીઓ નિયત વય ન ધરાવતા, બી.પી.એલ. યાદીમાં ન હોવાથી, જે તે સ્થળે ન રહેતા હોવાથી અને અવસાન થવાથી નામંજૂર કરવામાં આવી છે. ગૃહમાં સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા અમરેલી જિલ્લામાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી અરજીઓ મંજૂર કરાય તે સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું.

         જ્યારે રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૫૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૨૦૦ એમ કુલ ૭૫૦, જ્યારે ૮૦ વર્ષથી વધુ વયનાં વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ એમ કુલ રૂપિયા ૧૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. આ યોજનાની માહિતી તાલુકા મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તેમજ કલેકટર કચેરીના સેવા કેન્દ્રો ઉપર ઉપલબ્ધ થઇ શકશે. આ અંગેની અરજી મંજુર કરવાની સત્તા મામલતદાર પાસે છે. જો અરજી નામંજૂર થાય તો અરજદાર પ્રાંત અધિકારીને અપીલ કરી શકે છે.
પરમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૯૨ હજાર વૃદ્ધોને માસિક રૂપિયા ૭૫૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અગાઉ આ સહાય પોસ્ટ ખાતા દ્વારા મનીઓર્ડરથી ચૂકવાતી હતી. જેમાં અંદાજે રૂપિયા પાંચ કરોડનું કમિશન ચૂકવાતુ હતું. હવે સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા થતી હોવાથી રાજ્ય સરકારને આ કમિશનની બચત થઈ રહી છે.Conclusion:જ્યારે તારીખ ૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૨૧૦૩ અરજીઓ મળી હતી જે પૈકી ૧૮૧૮ અરજીઓ મંજૂર અને ૨૫૮ અરજીઓ નામંજૂર કરાઇ હતી. આ અરજીઓ નામંજૂર થવાના કારણોમાં નિયત કરતાં વધુ આવક, પુખ્ત વયનો પુત્ર હોય, લાભાર્થીની ઉંમર ઓછી હોય, નિર્દિષ્ટ સ્થળે વસવાટ કરતા ના હોય કે લાભાર્થીનું મૃત્યુ થયું હોવાના કિસ્સામાં અરજી નામંજુર કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.