મોંઘવારી ભથ્થા બાબત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મોંઘવારી ભથ્થુ ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2019ના જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ચુકવણું કરવામાં આવ્યું ન હતું, જે ચુકવણું 1 જુલાઈથી બાકીનું તમામ ચુકવણું એકસાથે કરી દેવામાં આવશે. જેમાં રાજ્યના કુલ 9,61,638 જેટલા કર્મચારીઓ તથા પેન્શનરોને લાભ મળશે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1071 કરોડનો વધારાનો ખર્ચ થશે.
આમ રાજય સરકાર દ્વારા આજે મહત્વના બે નિર્ણયો કરવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા DA અને ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોને પગાર વધારો કરી આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને તેમનો ચુકવણું રોકડમાં જ ચૂકવી દેવામાં આવશે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ 2019ના પગારની ચુકવણી સાથે આ 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો 1 જાન્યુઆરીથી ગણીને જુલાઇ 2019ના પગાર સાથે તેનું એકસાથે ચુકવણું કરવામાં આવશે.