ETV Bharat / state

ETV Bharat Impact: પેપર લીક કૌભાંડીઓને થશે 10 વર્ષની સજા ને 1 કરોડનો દંડ, સરકાર વિધાનસભા ગૃહમાં લાવશે નવું બિલ - ETV Bharat Impact

રાજ્યમાં આગામી વિધાનસભા ગૃહમાં પેપર લીક મામલે બિલ પસાર થશે તે વાત નક્કી થઈ ગઈ છે. હવે પેપર લીક કરનારાઓને 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાના દંડ જેવી કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા ETV Bharatએ બિલ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો.

ETV Bharat Impact: પેપર લીક કૌભાંડીઓને થશે 10 વર્ષની સજા ને 1 કરોડનો દંડ, સરકાર વિધાનસભા ગૃહમાં લાવશે નવું બિલ

author img

By

Published : Feb 16, 2023, 5:18 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં 29મી જાન્યુઆરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાવની હતી. જોકે, પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ પરીક્ષીનું પેપર ફૂટી જતાં સરકારી તંત્ર દોડતું થયું હતું ને પરીક્ષા રદ કરવી પડી હતી. ત્યારે પેપર લીક મામલે કાયદો બનાવવા અંગે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે, હવે આ વાત પાક્કી થઈ ગઈ છે કે, રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં પેપર લીક મામલે કાયદો પસાર કરશે.

આ પણ વાંચોઃ Budget 2023: 24મીએ રજૂ થનારા બજેટ પર સૌની નજર, લીલા લહેર કે પછી વધશે બોજો!

10 વર્ષની સજા ને 1 કરોડના દંડની જોગવાઈઃ મળતી માહિતી પ્રમાણે, કેબિનેટમાં પેપર લીક કાયદામાં ઓછી સજા હોવાના કારણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બીલને પરત કાયદા વિભાગમાં મોકવાનો નિર્ણય કર્યો હતો. તેમ જ ફરીથી બિલ સુધારીને કડક સજાની જોગવાઈ કરી હતી. ત્યારે હવે નવી જોગવાઈઓ સાથેનું બિલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પેપર ફોડનારને 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet: પેપર લીકના કાયદામાં ઢીલ દેખાતા મુખ્યપ્રધાને કાયદા વિભાગને બિલ પરત મોકલ્યું, આપી નવી સૂચના

ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું વિધેયકઃ રાજ્ય સરકારે દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા અટકાવવા બાબત નામનું વિધાયક તૈયાર કર્યું છે. તેમાં વિવિધ પ્રકારની જોગવાઈઓ મુકી છે. મહત્વની વાત કરીએ તો, જાહેર પરીક્ષા એટલે કે, જે પરીક્ષા સરકારના વિભાગો દ્વારા યોજવામાં આવી રહી છે. તેને જાહેર પરીક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી એટલે કે, પરીક્ષા સત્તા મંડળ દ્વારા જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવા મંજૂરી આપવામાં આવી હોય તે વ્યક્તિ અને તેમાં જાહેર પરીક્ષામાં તેના વતી રહ્યા તરીકે કામ કરવા અધિકૃત કરવામાં આવી હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેવા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવીઃ ગેરરીતિ એટલે પરિક્ષાર્થી સહિત કોઈ વ્યક્તિના સંબંધમાં ખોટું નામ ધારણ કરવું અથવા પ્રશ્નપત્ર થોડું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો અથવા ફોડવાનું કામ હતું કરવું. જ્યારે અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું અથવા મેળવવાનો પ્રયત્ન કરવો અથવા કબજો લેવો અથવા કબજો લેવાનો પ્રયત્ન કરવો. સાથે જ અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર હલ કરવું અને હલ કરવાનો પ્રયાસ કરવો તથા હલ કરવા મદદ માગવી આ તમામનો સમાવેશ ગેરરીતિમાં કરવામાં આવ્યો છે.

સજાની જોગવાઈઃ રાજ્ય સરકાર દ્વારા આ બિલ વિધાનસભા ગૃહના બજેટ સેશન દરમિયાન પસાર થવાનું છે. ત્યારે સજાની જોગવાઈની વાત કરીએ તો, ગેરરીતિ આચરનારા કોઈ પણ પરીક્ષાર્થી 3 વર્ષની મુદત સુધી કેદની શિક્ષા અને 1 લાખ રૂપિયાથી ઓછા નહીં તેટલા દંડને પાત્ર થશે અને દંડની ચૂકવણીમાં ચૂક થાય તેવા કિસ્સામાં આવા ઉમેદવારો વિરૂદ્ધ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર કેદની શિક્ષા પણ થઈ શકશે.

ધમકાવશે તો થશે સજાઃ હવે કોઈ પણ વ્યક્તિ તપાસ ટીમના કોઈ પણ સભ્ય સુપરવાઈઝર, કર્મચારી વર્ગ, પરીક્ષા સત્તામંડળ અધિકારી અથવા પરીક્ષા સત્તામંડળ દ્વારા નિમાયેલી વ્યક્તિને ફરજ બજાવવા અથવા કોઈ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે તો તેવા વ્યક્તિને 3 વર્ષ સુધીની મુદતની જેલ અને 1 લાખ રૂપિયાની ઓછા નહીં તેટલો નાણાકીય દંડને પાત્ર થશે અને દંડની ચૂકવણીમાં જો ચૂક થાય તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર, જેમની સજા પણ થઈ શકશે.

ઓછામાં ઓછી 5 વર્ષની કેદની સજાઃ જ્યારે પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવામાં આવી હોય તેવા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિ હોય કે, ન હોય તેવી પરીક્ષાર્થી સહિતની કોઈ પણ વ્યક્તિ કાવતરૂં કરીને અથવા તો ગેરરીતિ આચરી અથવા આચરવાનો પ્રયાસ કરીને પ્રશ્નપત્ર ફોડે તો તેવા વ્યક્તિને 5 વર્ષથી ઓછી સજા નહીં તેટલી કેદની પરંતુ વધુમાં વધુ 10 વર્ષની કેદની શિક્ષા અને 10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જ્યારે ઓછામાં ઓછી 5 વર્ષની કેદની સજા આરોપીઓને થઈ શકે છે.

2 વર્ષ માટે જાહેર પરીક્ષા ન આપી શકાયઃ રાજ્ય સરકારે જે બિલ તૈયાર કર્યું છે. તેમાં જો કોઈ પણ વિદ્યાર્થીઓ દોષિત સાબિત થાય તો તેવા પરીક્ષાર્થીઓને આગામી 2 વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોપીની મિલકતની જપ્તી અને ટાંચમાં પણ લેવામાં આવશે. જ્યારે જો કોઈ વ્યક્તિ દોષિત જણાય તો પરીક્ષાને લગતા તમામ ખર્ચ અને નાણા ચૂકવવા વ્યવસ્થાપક મંડળ વગેરેને જવાબદારી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આ ગુનો દિન જામીનપાત્ર અને બિનજામીન પાત્ર પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ જાહેર પરીક્ષા ને આવરી લેવામાં આવીઃ GPSC, ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ, રાજ્ય સરકાર દ્વારા રોકવામાં આવેલી એજન્સીઓ, સ્ટેટ ફંડ યુનિવર્સિટી, ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્ય સરકારની માલિકીના જાહેર ક્ષત્રો, રાજ્ય સરકારે નોંધપાત્ર અથવા આંશિક રીતે માલિકની કોઈ મંડળીઓ કૉર્પોરેશન સ્થાનિક મંડળ અને તમામ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની પરીક્ષા.

આ પણ વાંચોઃ Gujarat Junior Clerk Paper Leak : ખાનગી પ્રેસની માહિતી લીક કેવી રીતે થઈ - મનીશ દોશી

પેપર લીકમાં કોણ કરશે તપાસઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થનારા પેપર લીક બિલમાં પેપર લીક કાંડમાં તપાસની વાત કરીએ તો, આ અધિનિયમ હેઠળ કરાયેલા કોઈ ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પરંતુ નાયબ પોલીસ અધિક્ષક એટલે કે, DySP કક્ષાના પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.