ગાંધીનગર : આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સીએમ દ્વારા ઉદ્યોગો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત ગેસના વપરાશકર્તા ઉદ્યોગકારને રાહત આપવામાં આવશે.
• જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે.
• રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લિમિટેડનો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચના બીજા પખવાડિયામાં જે રકમ દેવા નીકળતી હતી તે રકમ ભરવાની મુદતની તારીખ 10 મે સુધી લંબાવવાનો નિણર્ય કરવામાં આવ્યો છે.
• 10 મેએ આપવા નીકળતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 દિવસના ચાર હપ્તા આપવામાં આવશે.
• ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસમાંથી પણ 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે
• ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલેકે મોડુ ભરવામાં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે.
રાજ્ય સરકારના મહત્વના નિર્ણયથી મોરબી, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડનો ગેસ વપરાશ કરે છે તેમને હાલની લોકડાઉનની સ્થિતિમાં આર્થિક રાહત મળશે.