ગાંધીનગર : રાજ્યમાં કોઈ પણ ઘટના બને પોલીસના ફોન કરવામાં આવે ત્યારે પોલીસ હંમેશાં મોડી આવતી હોય છે તેવી અનેક ફરિયાદો લોકોમાં ઉઠતી હોય છે ત્યારે આવી જ એક ફરિયાદ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પાટણના એસપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં ગેનીબહેન ઠાકોરે રજૂઆત કરી હતી કે તેઓ જ્યારે ગઈકાલે રાતે પોતાના મતવિસ્તારથી ગાંધીનગર આવી રહ્યાં હતાં ત્યારે તેઓને રસ્તામાં ચારથી પાંચ ઈસમોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ડ્રાઈવરની સજાગતાથી તેઓ રસ્તો બદલીને ગાંધીનગર પહોંચ્યાં હતાં.
આ દરમિયાન તેઓએ પાટણના એસપીને પણ ફોન કર્યો હતો પરંતુ પાટણના એસપીએફ કોઈ જ ફોન ઉપાડ્યાં નહોતાં પરંતુ બપોર સુધી તેમનો વળતો જવાબ પણ આવ્યો નથી. તે અંગેની રજૂઆત વિધાનસભા ગૃહમાં કરી હતી. ગેનીબહેન ઠાકોરની રજૂઆત બાદ ગૃહપ્રધાને ગૃહમાં જણાવ્યું હતું કે આ બાબતે એક્શન લઈશું અને પાટણ એસપી ને પણ આ બાબતની જાણ કરીશું તથા જે લોકો પણ હશે તે લોકોને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે..
ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં ગેનીબહેન ઠાકોરે એવી ફરિયાદ કરી હતી કે પાટણ એસપી એફ ફોન નથી ઉપાડયાં તે ફરિયાદને ધ્યાનમાં લઈને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોઈ પણ ધારાસભ્ય સાથે આવું વર્તન થાય તે અયોગ્ય છે અને કોઈપણ અધિકારી કારણવશ ફોન ન ઉપાડે તે શક્ય બને, પરંતુ તેમને સામે ફોન કરવો પડે તેવી ટકોર પણ કરી હતી.
ગેનીબહેન ઠાકોરનો ફોન ન ઉપાડનાર પાટણ એસપી વિરુદ્ધ પગલાં લેવાશે
અનિચ્છનીય ઘટના બને ત્યારે સ્થળ ઉપર પોલીસ હંમેશાં મોડી આવતી હોય છે તેવી ફરિયાદ લોકો તો કરે જ છે. હવે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પાટણના એસપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ગેનીબહેન ઠાકોરે રજૂઆત કરી હતી કે તેઓ ગઈકાલે રાત્રે ગાંધીનગર આવી રહ્યાં હતાં ત્યારે તેઓને રસ્તામાં ચારથી પાંચ ઈસમોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ડ્રાઈવરની સજાગતાથી તેઓ રસ્તો બદલીને ગાંધીનગર પહોંચ્યાં હતાં.