ગાંધીનગર: જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે 2 વાગ્યે મળી હતી. જેમાં શરૂઆતથી જ સદસ્યોના તીખા તેવર જોવા મળ્યા હતા. સામાન્ય સભા પહેલા ખુલ્લા મેદાનમાં મળવાની હતી પરંતુ સદસ્યને જાણ કર્યા વિના જ મીટીંગ હોલમાં કરવામાં આવતા સોશિયલ ડિસ્ટન્સ પાલનને મુદ્દે પૂર્વ ચેરમેન અને અધિકારીઓ સામે રોષ ઠલવાયો હતો. ભાજપના વિપક્ષના નેતા જયેશ ચૌધરીએ કોરોનાકાળમાં ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના રૂપિયા હજુ પણ પડી રહ્યા છે, તેને લઈને અધિકારીઓ સમક્ષ ખુલાસા માંગ્યા હતા. પરંતુ અધિકારીઓ તેનો જવાબ આપી શક્યા ન હતા.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓનો ઉધડો લેવાયો - ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા
કોરોના કાળ બાદ ગાંધીનગર જિલ્લા પંચાયતની મીટીંગ હોલમાં પ્રથમ વખત સામાન્ય સભા મળી હતી. જેમાં કલોલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરતી લેબોરેટરીને બંધ કરવા મુદ્દે, જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરના રીનોવેશન અને ચેરમેનની જાણ બહાર સહી વગર ઝેરોક્ષ કાઢવામાં આવેલા લેટરનો મુદ્દો ઉછળ્યો હતો. તેની સાથે શાળાઓના રીનોવેશન તેમજ જિલ્લા વિકાસ અધિકારીની વિરુદ્ધમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.