ETV Bharat / state

સ્વચ્છતા અભિયાનની કામગીરી કેવી છે તેની ચકાસણી કરવા હર્ષ સંઘવી અચાનક પહોંચ્યાં એસટી સ્ટેશન, બધે ફરી વળ્યાં - એસટી બસ

ગાંધીનગર એસટી ડેપો પર આજે અચાનક ભારે હલચલ મચી ગઇ હતી. જ્યારે અચાનક જ રાજ્યના વાહન વ્યવહારપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ પહોંચીને સ્વચ્છતાની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાત દરમિયાન શી કાર્યવાહી કરી જૂઓ.

સ્વચ્છતા અભિયાનની કામગીરી કેવી છે તેની ચકાસણી કરવા હર્ષ સંઘવી અચાનક પહોંચ્યાં એસટી સ્ટેશન, બધે ફરી વળ્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 7:49 PM IST

સ્વચ્છતાની સમીક્ષા

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની સરકારી એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં હજુ પણ વધારો થાય અને ગુજરાતની એસટી સેવા એ વિશ્વ પ્રખ્યાત બને તેને ધ્યાનમાં લઈને અનેક નવા નિયમો અને નવા પદ્ધતિઓ અપનાવવા આવી રહી છે. ત્યારે રાજ્ય સરકારે ગત અઠવાડિયે ગુજરાતના તમામ બસ સ્ટેન્ડ ઉપર 55 હજારથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ અને સામાજિક આગેવાનો થતી એસટી બસ અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારે આજે અચાનક જ રાજ્યના વાહન વ્યવહારપ્રધાન હર્ષ સંઘવી ગાંધીનગર બસ સ્ટેન્ડ પહોંચીને સ્વચ્છતાની સમીક્ષા કરી હતી.

કેન્ટીન અને શૌચાલયની ચકાસણી કરી : રાજ્યકક્ષાના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી આજે અચાનક જ ગાંધીનગરના બસ ડેપો પર ખાતે પોતાની ખાનગી ગાડી લઈને પહોંચ્યા હતાં. સીધા જ તેઓ પહેલા કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શૌચાલયમાં અને ત્યારબાદ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ ઉપર સ્વચ્છતા બાબતે ચકાસણી કરી હતી.

એસટી અધિકારીઓ દોડી આવ્યાં : ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડની અંદર સૂકા કચરા અને ભીના કચરાના અલગ અલગ ડસ્ટબિન ન હતાં. ત્યારે બસ સ્ટેન્ડ બસ સ્ટેશનની અંદર આવતી બસની સફાઈ થાય છે કે નહીં તે બાબતની પણ ચકાસણી કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવી એસટી ડેપોના મેનેજર અને અધિકારીઓને જાણ થતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતાં અને ત્યારબાદ અધિકારીઓ સાથે કેન્ટીનની મુલાકાત કરી હતી. તેમણે ચા કેવી છે તે બાબતે ખુદ પોતે ચા પીને ચા પીવાલાયક છે કે નહીં તે પણ ટેસ્ટ કરી હતી. ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું હતું.

જે રીતનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે તે રીતનું ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતે થાય છે કે નહીં તે બાબતની અચાનક સરપ્રાઈઝ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલ આયોજન મુજબ તો થાય છે પરંતુ જાહેર જનતાનો પણ સ્વચ્છતા બાબતે સાથ સહકાર માંગીએ છીએ...હર્ષ સંઘવી (વાહન વ્યવહાર પ્રધાન )

હવે શૌચાલયની ફ્રી સર્વિસ : ગુજરાતના મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ અને મોટા ડેપોમાં જો કોઈ મુસાફરને વોશરૂમ અથવા તો લેટરીન જવું હોય તો એક રૂપિયાથી પાંચ રૂપિયા જેટલા પૈસા ચૂકવવા પડતા હતાં. ત્યારે આ બાબતે ઈટીવી ભારતે ગુજરાત એસટી વિભાગના અધિકારીને કર્યો હતો તેના જવાબમાં અધિકારી એમ એ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે આ બાબતો વહીવટની છે અને સરકારના પ્રધાન આમાં જવાબ આપી શકે. ત્યારે આજે ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં આ બાબતની જાહેરાત હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે ગુજરાતના તમામ એસટી બસ સ્ટેન્ડની અંદર જે શૌચાલયમાં ચાર્જ વસૂલવામાં આવે છે તેમાં રાજ્ય સરકારને એક કરોડથી વધુની આવક થાય છે. પરંતુ હવે આ એક કરોડથી વધુ આવક બંધ કરીને પીપીપી ધોરણે સંચાલિત બસ સ્ટેશન બાદ કરતાં તમામ બસ સ્ટેશનમાં હવે મુસાફરોને મફતમાં આ સર્વિસ આપવામાં આવશે. આ ઉપરાંત જે બસ સ્ટેન્ડમાં નવા બ્લોકસની જરૂર હશે ત્યાં સર્વે કરાવીને આવનારા દિવસોમાં નવા શૌચાલયો પણ તૈયાર કરવામાં આવશે.

બસ ડેપો પર આવશે એટલે સ્વચ્છ કરવામાં આવશે : રાજ્ય સરકારના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી કે ગુજરાત એસટી બસ સ્ટેશનમાં તમામ બસો સ્વચ્છ રહે તે માટે તે માટે તમામ એસટી બસ સ્ટેન્ડ ઉપર ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગતની બસો કે જે બસ સ્ટેન્ડ ઉપર આવે ત્યારે તરત જ એક સફાઈ કર્મચારી દ્વારા બસને અંદરથી સાફસફાઈ કરશે.

એક હજારથી વધુ લોકોને રોજગારી આપશે : આ સફાઈ કર્મચારી 24 કલાક બસ સ્ટેન્ડ ખાતે હાજર રહેશે અને આના કારણે એક હજારથી વધુ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે. સાથે જ ગુજરાત એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરો પણ પાન મસાલાની પિચકારી મારતા હોય છે અને તેની પિચકારીઓ બસની બહાર દેખાતી હોય છે. ત્યારે આ બાબતે પણ એસટીના કંડક્ટરો અને ડ્રાઇવરોને પણ કડક સૂચના આપતા જણાવ્યું હતું કે જો હવે આવનારા દિવસોમાં આવું થશે તો ડ્રાઇવર અને કંડકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  1. ગાંધીનગરથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુબઈના પ્રવાસે, વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.