ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી થઈ નથી, નામદાર કોર્ટ દ્વારા શિક્ષણ વિભાગને બદલીના નવા નિયમો માટેનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ હજુ બદલી ન થતા આજે 25થી વધુ શિક્ષકો ગાંધીનગર જુના સચિવાલય આવીને પ્રાથમિક નિયામકની મળીને બદલ માટેની માંગ કરી હતી. ઉપરાંત આજે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આવેદનપત્ર પાઠવીને શિક્ષકોની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.
સરકાર બદલી કરે નહીં તો મારા છુટાછેડા થઈ જશે : ગાંધીનગરના જુના સચિવાલય ખાતે શિક્ષકોની બદલી બાબતે રજૂઆત કરવા આવનાર પૈકી ગાયત્રી ઠક્કર કે, જેઓ નલિયામાં પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેઓએ નિવેદન આપ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી થઈ નથી જ્યારે મારું મૂળ વતન પાટણ જિલ્લો છે. છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ સામાજિક પ્રસંગમાં હાજર પણ રહી શક્યા નથી, અગાઉ પણ ચારથી પાંચ વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ કોઈ જ નિષ્કર્ષ આવ્યો નથી. જેથી બદલી થતી ન હોવાના કારણે ઘરમાં ઝઘડા પણ ચાલુ છે. બદલી પહેલા છૂટાછેડા ન થઈ જાય તેવી હાલમાં મારી પરિસ્થિતિ હોવાનું નિવેદન ગાયત્રી ઠક્કરે આપ્યું હતું.
એક વર્ષથી હુકમ પણ હજુ અમલ નહીં : પ્રાથમિક શિક્ષકના બદલી બાબતે પ્રાથમિક શિક્ષકોએ ગાંધીનગરમાં આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, એક એપ્રિલ 2022ના રોજ રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ બદલીનો ઠરાવ બહાર પાડ્યો હતો, પરંતુ આ ઠરાવને એક વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ તેનો અમલ થયો નથી, જ્યારે બદલી કેમ્પ અટકી ગયા છે. જેથી ગુજરાતના લાખો શિક્ષકો માનસિક ત્રાસ અનુભવી રહ્યા હોવાના તેમજ કેટલાય પરિવારો આ બદલાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાનું લખાણ આવેદનપત્રમાં કર્યું છે. જ્યારે રાજ્ય સરકાર હવે બદલી પ્રક્રિયા તેમજ સુધારા ઠરાવ ઝડપથી પૂર્ણ થાય અને લાખો શિક્ષકોને બદલે થાય તેવી માંગણીઓ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat CM Security : મુખ્યપ્રધાનની ગાડી બદલ્યા બાદ હવે સિક્યુરીટીના 5 DYSP અધિકારીઓ બદલાયા
17 વર્ષથી એક જગ્યાએ ફરજ : ભાવનગરના મહુવા તાલુકામાં ફરજ બજાવતા સંજયસિંહે જણાવ્યું હતું કે, હું છેલ્લા 17 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવું છું. મેં પણ અનેક વખત બદલીઓ માટેની અરજીઓ કરી છે. આજથી એક વર્ષ પહેલા બદલી કેમ્પનો આયોજન કર્યું હતું, પરંતુ થયું નથી. જ્યારે ત્યારબાદ બે વખત બદલી કેમના શિડ્યુલ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તે પણ રદ કરવામાં આવ્યા છે. સરકાર સાથે પણ છથી વધુ વખત બેઠક કરી છે. તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય આવતો નથી. જેથી જિલ્લા શિક્ષકોની બદલી થઈ શકે ઉલ્લેખનીય છે કે 40,000થી વધુ શિક્ષકોની બદલી હાલમાં પડતર છે.
આ પણ વાંચો : Vadodara Constable : પ્રેમી સાથે ઝડપાયેલાં ડભોઈના મહિલા કોન્સ્ટેબલની તાત્કાલીક અસરે બદલી
હાઇકોર્ટમાં 141 જેટલી પિટિશન થઈ હતી : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકો બદલી બાબતે રાજ્ય સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં 141 જેટલી પિટિશન થઈ હતી. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શિક્ષકોની બદલી માટે સુધારો કરવા માટેની સુચના આપી હતી. જ્યારે બદલીના અંતિમ નિયમો સુધારા માટે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અંતિમ બેઠક બાદ પ્રાથમિક શિક્ષકોની બદલીના સુચનોની જાહેરાત કરવામાં આવશે.