ETV Bharat / state

Common University Portal : નવા શૈક્ષણિક વર્ષથી સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે કોમન પોર્ટલ પર કરવી પડશે અરજી, શું છે પ્રકિયા જૂઓ - સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2023 24 થી નવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન સામે આવ્યું છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ડિસેમ્બર માસમાં લોન્ચ કરવામાં આવશે. જેનાથી સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને ઘણી સુવિધા ઉપલબ્ધ બનવા જઇ રહી છે.

Coman University Portal : નવા શૈક્ષણિક વર્ષથી સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે કોમન પોર્ટલ પર કરવી પડશે અરજી, શું છે પ્રકિયા જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:13 PM IST

Updated : Nov 2, 2023, 9:04 PM IST

ડિસેમ્બર માસમાં લોન્ચ થશે

ગાંધીનગર : ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2023-24 નું પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થવા આવી રહ્યું છે અને નવું સત્ર દિવાળીના વેકેશન બાદ શરૂ થશે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ ફક્ત એક જ અરજી કરવાની રહેશે.

ડિસેમ્બર માસમાં લોન્ચ થશે : કોમન પ્લેટફોર્મ પોર્ટલ ડિસેમ્બરમાં લોન્ચ થશે કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રધાન અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ડિસેમ્બર માસમાં લોન્ચ કરવામાં આવશે.

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ હશે જેમાં વિદ્યાર્થીઓએ ફક્ત નજીક ફી ભરીને અમર્યાદિત યુનિવર્સિટી કે એડમિશન માટે અરજી કરી શકશે. પહેલા વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં અરજી કરતા હતાં અને તે માટે ફી પણ અલગ અલગ ભરવી પડતી હતી. જેથી હવે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીને ફક્ત એક જ વખત ફી ભરીને પોતાના મન મતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે... ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન )

500 રૂપિયા ફી 5 કોર્સમાં અરજી થઇ શકશે : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. 500 ખર્ચીને અંદાજે 5 કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

સમયગાળો પણ એક જ રહેશે : વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે.

કઇ કઇ સુવિધા મળશે : ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્વારા કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓને ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.

ફીની ઓનલાઈન ચુકવણી થઇ શકશે : એડમિશન માટેનું કન્ફર્મેશન અને વિદ્યાર્થીઓ દ્વારા ફીની ઓનલાઈન ચુકવણી સહિત એસ.એમ.એસ/ઈમેલ દ્વારા માહિતી વિતરણની પણ સેવાઓ આ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, કોલેજ તમામને OTP આધારિત લોગ ઇનની સુવિધા અને શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે અલગ ડેશબોર્ડ, રિપોર્ટ્સ માટેની પણ આ પોર્ટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ
  2. Surat News : સુરત ફાયર વિભાગ લોકોને બનાવશે અગ્નિશમન તાલીમથી સજ્જ, પોર્ટલ વિશે જાણો
  3. Digital Portal of CRCS: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પુણેમાં CRCS ઓફિસનું ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું

Last Updated : Nov 2, 2023, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.