ETV Bharat / state

Foundation day of Gandhinagar : જીઆર, સીઆર, પીઆરના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર આજે બન્યું છે બેસ્ટ કેપિટલ સિટી - જીઆર

02-08-1965 એટલે ગુજરાતની રાજધાની ગાંધીનગરનો સ્થાપના દિવસ. ગુજરાતની મહત્ત્વની ગતિવિધિનું કેન્દ્રબિંદુ એવા આ શહેરમાં પાંચ લાખથી વધુ નાગરિકો વસી રહ્યાં છે. ત્યારે 58 વર્ષ પૂર્ણ કરી રહેલા ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે આ શહેરની વિશેષ જાણકારી લઇએ.

Foundation day of Gandhinagar : જીઆર, સીઆર, પીઆરના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર આજે બન્યું છે બેસ્ટ કેપિટલ સિટી

author img

By

Published : Aug 2, 2023, 7:34 PM IST

ગાંધીનગર : આજે ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. ગાંધીનગરની રચના ચંદીગઢ સિટી પરથી કરવામાં આવી છે. ગાંધીનગરની રચનામાં મુખ્ય ફાળો ચીફ આર્કિટેક્ટ એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ.આપ્ટેનો રહ્યો છે. ગાંધીનગરની સ્થાપના બાદ તેમાં પ્રથમ મુખ્યપ્રધાન હોવાનું ગૌરવ સ્વ. હિતેન્દ્ર દેસાઈને ફાળે જાય છે. જ્યારથી ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારની એની ઓળખ અને આજના ગાંધીનગરની ઓળખમાં આસમાન જમીનનું અંતર છે.

ગાંધીનગરનો વિકાસ એકાંગી નહિ પરંતુ સર્વાંગી છે : 58 વર્ષની સ્થાપના બાદ ગાંધીનગરનો વિકાસ એકાંગી નથી પણ સંર્વાંગી છે. સ્થાપના બાદ થોડા વર્ષો સુધી ગાંધીનગર જીઆર, સીઆર અને પીઆર નગર તરીકે ઓળખાતું હતું.આજે ગાંધીનગર સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ સમાન રીતે વિકસ્યું છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં મંદિરની સાથે મસ્ઝિદ અને ચર્ચ પણ પોતાની અસ્તમિતાની ઓળખ સ્થાપિત કરી રહ્યા છે. આજે ગાંધીનગર શહેરમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી એમ દરેક ધર્મના લોકો આશરે 5 લાખથી નાગરિકો કોમી એખલાસથી જીવન જીવી રહ્યા છે.

ગાંધીનગરની કાયમી ઓળખ એટલે ગ્રીન કેપિટલ : ગાંધીનગર શહેરની રચના થઈ ત્યારથી જ તેને હરિયાળુ બનાવતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેથી જ ગાંધીનગરની કાયમી ઓળખ ગ્રીન કેપિટલ તરીકે થઈ છે. ગાંધીનગરને હરિયાળું કરવા માટે તેના દરેક સેક્ટરમાં એક એક ગાર્ડનની રચના કરવામાં આવી છે.આ ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન અને ગાંધીનગરની ફરતે વૃક્ષો ગાંધીનગરની ગ્રીન કેપિટલ તરીકેની ઓળખ વધુ મજબૂત કરી રહ્યા છે. ગાંધીનગરની હરિયાળીને પરિણામે ગાંધીનગરની આબોહવા એકદમ સ્વચ્છ છે જેમાં ઓક્સિજનના ઊંચા પ્રમાણને લીધે વાતાવરણ આહલાદક બને છે.

ગુજરાતની મહત્ત્વની ગતિવિધિનું કેન્દ્રબિંદુ

દરેક ગુજરાતીઓનું ગૌરવ 'મહાત્મા મંદિર' : રાજકીય રીતે ગાંધીનગરનું કદ માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. કારણ કે ગાંધીનગરે ભારત દેશને અભૂતપૂર્વ વડાપ્રધાન આપ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે નિર્માણ પામેલું મહાત્મા મંદિર એક રાજકીય ધરોહર ગણાય છે. આ ઈમારતની સ્થાપનામાં ગુજરાતના દરેક ગામડામાંથી પાણી લાવીને જળાભિષેક કરવામાં આવ્યો હતો.આજે મહાત્મા મંદિર એક રાજકીય ઈમારત રહી નથી પરંતુ દરેક ગુજરાતીઓનું ગૌરવ ગણાય છે.

આંતરરાષ્ટ્રિય બેન્ક અને બિઝનેસને આવકારતું 'ગિફ્ટ સિટી' : આજે ગાંધીનગર માત્ર પોલિટિકલ કેપિટલ જ નથી રહ્યું પણ ગુજરાતનું ઈકોનોમિકલ કેપિટલ બની રહ્યું છે તેનું મુખ્ય કારણ છે દેશનું પ્રથમ ગિફ્ટ સિટી. 700થી વધુ એકરમાં ફેલાયેલું ગિફ્ટ સિટી એક આદર્શ ઈન્ફ્રાસ્ટ્રકચરનું ઉત્તમ ઉદાહરણ છે. ગિફ્ટ સિટીને પરિણામે ગાંધીનગરની એક વૈશ્વિક ઓળખાણ પણ ઊભી થઈ રહી છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય કંપનીઓ, બેન્કો વગેરે ગિફ્ટ સિટીમાં પોતાની બ્રાન્ચ સ્થાપવા લાઈનમાં ઊભા રહ્યા છે.

ટ્રાન્સપોર્ટેશનમાં અવ્વલ બની રહ્યું છે પાટનગર : ગાંધીનગરનું અફલાતૂન રેલવે સ્ટેશન ગાંધીનગરની શાન બની ગયું છે. આ એકમાત્ર રેલવે સ્ટેશન છે જેમાં પંચતારક હોટલની સેવા ઉપલબ્ધ છે. આજે ગાંધીનગરમાં આવતા નેશનલ અને ઈન્ટરનેશનલ ડીગ્નીટરીઝને આ પંચતારક હોટલની સગવડ ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. ગાંધીનગર અને અમદાવાદને જોડતી સૌથી ઝડપી અને સુગમ વ્યવસ્થા મેટ્રોનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ મેટ્રો પ્રોજેક્ટને કારણે હવે ગાંધીનગર અને અમદાવાદ સાચા અર્થમાં ટ્વિનસિટી બની રહ્યા છે. મેટ્રોને પરિણામે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનું સામિપ્ય વધ્યું છે.

58 વર્ષ પૂર્ણ કરતા ગાંધીનગરનો નવો નજારો
58 વર્ષ પૂર્ણ કરતા ગાંધીનગરનો નવો નજારો

ટૂરિસ્ટ્સનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સામિપ્ય વધી રહેવાને પરિણામે ગાંધીનગર બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ તરીકે પણ નામના મેળવી રહ્યું છે. અમદાવાદ આવતા પ્રવાસીઓ ગાંધીનગરની અચૂક મુલાકાત લે છે. ગાંધીનગરમાં અનેક ટૂરિસ્ટ સ્પોટ સહેલાણીઓને આકર્ષી રહ્યા છે જેમાં મુખ્યત્વે અક્ષરધામ, મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક, સરિતા ઉદ્યાન, હરિણોદ્યાન, સેન્ટ્રલ વિસ્ટાગાર્ડન, સંત સરોવર, અત્યાધુનિક રેલવેસ્ટેશનનો સમાવેશ થાય છે.એક જ શહેરમાં આટલા બધા ટૂરિસ્ટ સ્પોટ હોવાને પરિણામે ગાંધીનગરમાં વિઝિટર્સની સંખ્યા વધી રહી છે.

ગુજરાતીઓના હૃદયમાં ગૌરવવંતુ સ્થાન : આમ, ગાંધીનગર આજે પોતાનો 59મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક એમ દરેક ક્ષેત્રે દરેક ગુજરાતીઓના હૃદયમાં ગૌરવવંતુ સ્થાન બનાવી ચૂક્યું છે. વન્સ અગેઈન હેપી બર્થ ડે ગાંધીનગર...

  1. ગાંધીનગરની સ્થાપનાનાં 54 વર્ષ પૂર્ણ થતા, કરવામાં આવી ઉજવણી
  2. આજે ગાંધીનગરનો 57મો જન્મદિવસ, 21 સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ 35 જગ્યાઓ પર કરાશે ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.