ETV Bharat / state

Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું

રાજસ્થાનના માઉન્ટ આબુથી ઝડપાઇ ગયેલા ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગાની ધરપકડ સત્તાવાર નોંધાઇ ગઇ છે. લાંગાને જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં સાણસામાં લેવાયાં છે. એસ કે લાંગા પાંજરાપોળની જમીનનું એનએ કૌભાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં સાણસામાં આવ્યાં છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે.

Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત પણ હોવાનું ખુલ્યું

author img

By

Published : Jul 12, 2023, 3:00 PM IST

આબુથી ગાંધીનગર લવાયા એસ કે લાંગા

ગાંધીનગર : ગાંધીનગરમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા પૂર્વ જિલ્લા કલેકટર એસ કે લાંગાની આજે ગાંધીનગર પોલીસ દ્વારા સત્તાવાર ધરપકડ બતાવવામાં આવી છે. ત્યારે એક લાખ જેટલા પેપર એસ કે લાંગા વિરુદ્ધમાં પુરાવા તરીકે પ્રાપ્ત થયા છે. જે અંતર્ગત પોલીસે 1,00,000 થી વધુ પેપર તપાસમાં હાલમાં એસ કે લાંગાની બેનામી સંપત્તિની વિગતો પણ સામે આવી છે. જ્યારે એસ કે લાંગા સત્તાનો દૂરઉપયોગ કરીને ખોટા ખેડૂત બન્યા હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ છે. ધરપકડ બાદ આજે જ એસ કે લાંગાને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ માટે આજથી રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે.

પોલીસને પૂર્વ કલેકટર એસ. કે. લાંગા વિરુદ્ધમાં એક લાખ જેટલા પેપરો પ્રાપ્ત થયા છે કે જેમાં હાલમાં ગાંધીનગર પોલીસ દ્વારા મુલાસણા અને પેથાપુર ગામની જમીનના પેપરની જ તપાસ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાનું સરકારને નુકસાન કર્યું છે. 25 કેસની તપાસ હજુ પણ બાકી છે. ત્યારે કરોડો રૂપિયાની સરકારને જે આવક થવી જોઈતી હતી તે થઈ ન હોવાને કારણે કરોડો રૂપિયાનું સરકારને નુકશાન કરાવ્યું છે. આ સમગ્ર ઘટનામાં સરકારને નુકશાન કરીને પોતે આર્થિક લાભ લીધો નથી તે બાબતે તપાસ કરવામાં આવશે. આ તમામ ઘટનામાં ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ જમીનના ખોટા એનએ-બિનખેતી જમીનના હુકમ કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું...અભય ચૂડાસમા (ગાંધીનગર રેન્જ આઈજી )

લાંગાની અપ્રમાણસર મિલકતો : ગાંધીનગર ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે પોતાની સત્તાનો દૂરુઉપયોગ કરીને જિલ્લાપૂર્વ કલેકટરે અનેક બેનામી અપ્રમાણસર મિલકત પણ વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં જૂનાગઢમાં 4 બંગલા, માતરમાં તેમના સંબંધીના નામે જમીન, અમદાવાદમાં ફ્લેટ અને બંગલો તથા અમદાવાદની આસપાસ પણ જમીન હોવાનું સામે આવ્યું છે, જ્યારે એસ.કે લાંગા ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર પણ ધરાવે છે પરંતુ તે પણ શંકાસ્પદ છે. જેમાં પોલીસ દ્વારા તેમના ગામમાં તપાસ કરતા તેઓ ખેડૂત છે કે નહીં તેમાં પણ શંકા ઉપજી છે. જ્યારે હાલમાં તેમની પાસે અત્યારે 30 એકર જમીન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત રાઈસ મિલમાં ભાગીદારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

માઉન્ટ આબુમાં લીધો હતો આશરો : 18 મેના રોજ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ જિલ્લા કલેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તેઓ પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તા ફરતાં હતાં. તેમની તપાસ કરી રહેલી પોલીસને માહિતી મળતા ગાંધીનગર પોલીસની વિશેષ ટીમ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે વેશપલટો કરીને પહોંચી હતી. જ્યાં ઇલેક્ટ્રિસિટી વિભાગમાંથી તપાસ માટે આવ્યાં હોવાનું કારણ આપ્યું હતું અને ઘરમાં પ્રવેશી હતી. ત્યારે એસ.કે લાંગાને તે ઘરમાંથી જ ઝડપીને ધરપકડ કરવામાં આવી છે. આ ઘરની વાત કરવામાં આવે તો આ મકાન ભૈરવનાથ ગઢવીના સંબંધીનું ફાર્મહાઉસ છે. જ્યારે ભૈરવનાથ ગઢવીએ કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકેની પણ ફરજ બજાવી છે.

લાંગા સાથે રહેલ કર્મચારીઓની તપાસ થશે : ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકે એસ કે લાંગાએ 6 એપ્રિલ 2018 થી 30 સપ્ટેમ્બર 2019 સુધી ફરજ બજાવી હતી. ત્યારે આ દરમિયાન તેઓએ અનેક જમીન કૌભાંડ આચાર્યા છે. સરકારમાં પ્રીમિયમ જમા કરાવ્યા વગર જમીનનું એનએ પણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ત્યારે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમાએ જણાવ્યું હતું કે લાંગાના કાર્યકાળ દરમિયાન જે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની સાથે કામ કર્યું છે તેવા લોકોની પણ તપાસ કરવામાં આવશે અને તેમના નિવેદન પણ લેવામાં આવશે. જો તેઓ પણ ગુનામાં સંડોવાયેલા જણાશે તો તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવશે.

  1. Gandhinagar News : ગાંધીનગર પૂર્વ કલેકટરની ધરપકડ, જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં આબુથી પકડાયા એસ કે લાંગા
  2. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ
  3. Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.