- તા.3 ના રોજ ગાંધીનગર મ્યુનીશીપાલ કોર્પોરેશનની 11 વોર્ડ પર ચૂંટણી યોજાઇ હતી
- આજે સવારે મતગણતરી શરુ થઇ ગઇ છે
- પોલીસનો કાફલો રહેશે તૈનાત
ગાંધીનગર : ગાંધીનગરમાં ગત તા.3 ના રોજ ગાંધીનગર મ્યુનીશીપાલ કોર્પોરેશનની 11 વોર્ડ પર ચૂંટણી યોજાઇ હતી. આજે તેની મત ગણતરીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. તે સમયે કોઇ બનાવ ન બને તે માટે મતગણતરીનાં સ્થળ પર પોલીસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સ્થળ પર 1 SP, 6 DySP, 11 PI, 50 PSI, 303 પોલીસ કોન્સ્ટેબલ, 119 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 33 ટ્રાફિક પોલીસનો કોફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
વોર્ડ પ્રમાણે પોલીસની ફાળવણી
- વોર્ડ નં. 1અને 2 માટે 1 DySP, 2 PI, 7 PSI, 39 પોલીસ કોન્સ્ટેબલ, 15 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 4 ટ્રાફિક પોલીસ,
- વોર્ડ નં. 3 અને 4 માટે 1 DySP, 2 PI, 8 PSI, 49 પોલીસ કોન્સ્ટેબલ, 18 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 5 ટ્રાફિક પોલીસ
- વોર્ડ નં. 5, 6, 7 અને 8 માટે 1 DySP, 2 PI, 13 PSI, 59 પોલીસ કોન્સ્ટેબલ, 27 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 4 ટ્રાફિક પોલીસ
- વોર્ડ નં. 9,10 અને 11 માટે 1 DySP , 2 PI, 11 PSI, 56 પોલીસ કોન્સ્ટેબલ, 24 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 7 ટ્રાફિક પોલીસ
આ પણ વાંચો :Gandhinagar Election Results: આજે 9 AMથી મતગણતરી શરૂ થશે, 1PM સુધી રીઝલ્ટ થશે ક્લિયર
આ પણ વાંચો : GMC Result Live Update : ગાંધીનગર મનપાઃ ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર મેદાનમાં