ETV Bharat / state

ગાંધીનગર કોરોના અપડેટઃ કોરોનાના 25 નવા પોઝિટિવ કેસ નોંધાયા - ગુરુકુળ

ગાંધીનગર તાલુકામાં 6, દહેગામ તાલુકામાં 2, માણસા તાલુકામાં 2 અને કલોલ તાલુકામાં 6 સહિત કોરોનાના કુલ 16 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 9 કેસ સામે આવ્યાં છે. જેમાં GEBના આસિસ્ટન્ટ, ગુરુકુળના શિક્ષિકા, IITના એન્જીનીયર અને બાપુ કોલેજના પ્રોફેસરનો સમાવેશ થાય છે.

ગાંધીનગર કોરોના અપડેટ
ગાંધીનગર કોરોના અપડેટ
author img

By

Published : Jul 14, 2020, 4:57 AM IST

ગાંધીનગરઃ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 9 કેસ સામે આવ્યા છે. જેમાં GEBમાં રહેતા અને નોકરી કરતા 41 વર્ષીય આસીસ્ટન્ટ, IIT પાલજમાં રહેતા અને ફરજ બજાવતા 32 વર્ષીય આસીસ્ટન્ટ એન્જિનિયર જે 15 દિવસ પહેલા બિહાર ગયા હતા, તેમને કોરોના સંક્રમિત થયા છે.

સેક્ટર 5cમાં રહેતી અને બાપુ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતી, 4cમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર 24 હરસિદ્ધ નગરમાં રહેતી 30 વર્ષીય યુવતી જે સેક્ટર 10માં આવેલી SBI બેન્કમાં ફરજ બજાવે છે. જ્યારે તેના જ પરિવારમાં 48 વર્ષીય મહિલા ગુરુકુળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

સેક્ટર 4cમાં રહેતી 30 વર્ષીય યુવતી જેના પરિવારમાં અગાઉ પોઝિટિવ કેસ આવ્યો હતો, સેકટર 26 કિશાન નગરમાં રહેતા 42 વર્ષીય મહિલા જે 5 દિવસ અગાઉ નરોડા ગઈ હતી. જ્યારે સેક્ટર 29 આવેલા અમન પાર્કમાં રહેતી 28 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

ગાંધીનગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 654
  • કુલ સક્રિય કેસ - 152
  • કુલ ડિસ્ચાર્જ - 448
  • કુલ મૃત્યુ - 40
  • ક્વોરેન્ટાઈન હેઠળ - 19998
  • હોમ ક્વોરેન્ટાઈન હેઠળ - 19851
  • ફેસીલીટી ક્વોરેન્ટાઈન હેઠળ - 94
  • ખાનગી ફેસીલીટી ક્વોરેન્ટાઈન - 53

ગાંધીનગર તાલુકામાં સરઢવ ગામમાં 78 વર્ષીય મહિલા, મોટા ચિલોડા ગામમાં 62 વર્ષીય મહિલા, પેથાપુર ગામમાં 45 વર્ષીય યુવાન, કુડાસણ ગામમાં 37 વર્ષીય યુવાન, ખોરજ ગામમાં 35 વર્ષીય મહિલા અને વાવોલ ગામમાં 41 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દહેગામ શહેરમાં 55 વર્ષીય પુરૂષ અને વાસણા ચૌધરી ગામમાં 65 વર્ષીય પુરૂષ તથા માણસા શહેરમાં 43 વર્ષીય પુરૂષ અને લોદરા ગામમાં 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલોલ તાલુકામાં ધમાસણા ગામમાં 57 વર્ષીય પુરૂષ અને બોરીસણા ગામમાં 25 વર્ષીય યુવતી, 29 વર્ષીય યુવાન તથા 46 વર્ષીય પુરૂષ, નાદરી ગામમાં 65 વર્ષીય મહિલાને અને કલોલ શહેરમાં 41 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.