ETV Bharat / state

G20 Meeting : આધુનિક દવાઓ સાથે પરંપરાગત ઔષધિઓ બાબતે ચર્ચા, હર્બલ ફાર્માસ્યુટિકલ્સ પર ભાર મૂકતાં મનસુખ માંડવીયા

ગાંધીનગરમાં G20 અંતર્ગત આરોગ્ય રક્ષા મુદ્દે બેઠક શરુ થયાં છે. ત્રિદિવસીય આરોગ્ય સમિટમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ પર ભાર મૂકવાને લઇને નિવેદન આપ્યું હતું.

G20 Meeting : આધુનિક દવાઓ સાથે પરંપરાગત ઔષધિઓ બાબતે ચર્ચા, હર્બલ ફાર્માસ્યુટિકલ્સ પર ભાર મૂકતાં મનસુખ માંડવીયા
G20 Meeting : આધુનિક દવાઓ સાથે પરંપરાગત ઔષધિઓ બાબતે ચર્ચા, હર્બલ ફાર્માસ્યુટિકલ્સ પર ભાર મૂકતાં મનસુખ માંડવીયા
author img

By

Published : Aug 17, 2023, 7:20 PM IST

ગાંધીનગર : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી G20 અંતર્ગત આરોગ્ય બાબતની ચર્ચા શરૂ કરવામાં આવી છે. જેમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન અલગ અલગ આરોગ્યલક્ષી મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ આરોગ્ય સમિટની પહેલી બેઠકનો પ્રારંભ કર્યો હતો. જેમાં હાલના સમયમાં આધુનિક દવાઓ સાથે પરંપરાગત ઔષધિ અને હર્બલ ફાર્મા સ્યુટિકલ્સ પર ભાર મૂકવાનો પ્રયાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

પરંપરાગત ચિકિત્સા આશાનું દીવાદાંડી : આરોગ્ય સમિટમાં મનસુખ માંડવીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની નોંધ લેતાં જણાવ્યું હતું કે પરંપરાગત ચિકિત્સા માટે વૈશ્વિક શિખર સંમેલન દીવાદાંડીનું કામ કરશે. જી20ની થીમ એક પૃથ્વી એક પરિવાર અને એક ભવિષ્ય છે ત્યારે આધુનિક સમયની ચિકિત્સા પદ્ધતિ ઉપરાંત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને હર્બલ ફાર્માસ્યુટિકલ પર પણ ભાર મૂકવામાં આવે જેથી લોકો ફરીથી પરંપરાગત ચિકિત્સા તરફ વળી શકે.

વૈશ્વિક શિખર સંમેલન દીવાદાંડીનું કામ કરશે

ગ્લોબલ હેલ્થ આર્કિટેક્ચરની રચના થશે : કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે નિવેદન આપ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે રોગચાળાને વધુ વકરતો અટકાવવા અને ભવિષ્યના રોગચાળા માટે યોજના ઘડવાની અનિવાર્ય જરૂરિયાતને પહોંચી વળવા એડહોક વૈશ્વિક મિકેનિઝમનો ઝડપી વિકાસ થયો છે. ભારતની G20 પ્રેસિડેન્સીએ શરૂઆતથી જ HEPPR સ્પેસમાં એક સંકલિત અને ચપળ ગ્લોબલ હેલ્થ આર્કિટેક્ચરની રચનામાં મદદ કરવા માટે મુખ્ય અગ્રતા તરીકે પ્રયાસોના સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભવિષ્યમાં રોગચાળાની રોકથામ માટે વિશેષ આયોજન : કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને પરિણામે રોગચાળાને વધુ ફેલાતો રોકવા અને ભવિષ્યના રોગચાળાની રોકથામ માટે આયોજન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ડિજિટલ સ્વાસ્થ્ય નવીનતાઓ અને સમાધાનોના વિકાસ અને ઉપયોગ પર, જે ભારતની જી20 અધ્યક્ષતામાં ત્રીજી સ્વાસ્થ્ય પ્રાથમિકતા છે. "ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર ડિજિટલ હેલ્થ બાબતે આયોજન છે. જેથી વર્તમાન અને ચાલુ ડિજિટલ સ્વાસ્થ્ય પ્રયાસોને એક છત્ર હેઠળ સારું પ્લેટફોર્મ બનાવી શકાય.

  1. AYUSH Visa : આયુષ વિઝા લોન્ચ થશે, BAMS ડોક્ટર વિદેશમાં સારવાર કરશે, વિદેશીઓ ભારતમાં સારવાર મેળવી શકશે
  2. Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ
  3. G20 Meeting : ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનો પ્રારંભ, ભારતીય પારંપરિક ચિકિત્સા આરોગ્ય રક્ષાક્ષેત્રે રાહબર બની હોવાનું જણાવતાં સીએમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.