ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં 50 મોટર સાયકલ આરોગ્ય પ્રોજકટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ પ્રોજેકટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજયના અંતરિયાળ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાઇક લઈને લોકોના આરોગ્ય વિશે તપાસ કરવી ઉપરાંત જે અસતત અને વૃદ્ધ અથવા તો વધુ બીમાર છે તેવા નાગરિકો માટે રાજ્યના આરોગ્ય વિભાગના ડોક્ટરોની વિઝીટ શરૂ કરવાનું આયોજન હતું.
શું છે મોટર સાયકલ પ્રોજેકટ?: ડોકટર આવા દર્દીઓના નિવાસસ્થાન ખાતે જ તમામ સારવાર કરે અને દર્દીઓને દવાખાનના ધક્કા ખાવા નહીં પડે જ્યારે આ વિઝિટ સંપૂર્ણપણે નિશુલ્ક છે. જો કોઈ દર્દીમાં ગંભીર પ્રકારની બીમારી છે અને મેડિકલ ટેસ્ટ કરાવો ફરજિયાત છે તેવા સંજોગોમાં પણ ડોક્ટર ટેસ્ટ માટેનું સર્ટિફિકેટ પણ લખી આપશે અને તે ટેસ્ટ પણ સંપૂર્ણપણે ફ્રીમાં કરવામાં આવશે. આ સુવિધા રાજ્યના તમામ તાલુકા જિલ્લાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
સીએમની મંજૂરી બાદ પ્રોજેક્ટ અદ્ધરતાલ: આ પ્રોજેક્ટ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો જે બાબતમાં ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટ હાલમાં પાઇપલાઇન હેઠળ છે અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધી છે, મહેકમની મંજૂરી પ્રાપ્ત થઇ ગઇ છે. આ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં 50 જેટલા મોબાઈલ આરોગ્ય બાઇક યુનિટ તૈયાર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારને આ બાબતના સંપૂર્ણ એક્સપોર્ટ વ્યક્તિ અને બાઈક ચલાવનાર વ્યક્તિ ન મળતા આ પ્રોજેક્ટ હાલમાં શરૂ થઈ શક્યો નથી.
સરકારની જાહેરાત: રાજ્યના નાણાં પ્રધાન કનું દેસાઈએ નાણાકીય વર્ષ 2022-23 ના બજેટમાં ત્રણ માર્ચના રોજ રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટરસાયકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં બે કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના માટે પણ પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. બજેટમાં જોગવાઈ અને જાહેરાતના 14 મહિના થઈ ગયા હોવા છતાં પણ ગુજરાતમાં મોટરસાયકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ થઈ શક્યા નથી.