આ સંદર્ભે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ માસમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવા પામ્યું હતું. જે વધીને ગરમીનું પ્રમાણ 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. પરિણામે રાજયમાં વીજ વપરાશ વધુ પ્રમાણમા વધ્યો છે. બે મહિના રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. ત્યારે નાગરિકો સામે વીજનો વપરાશ પણ વધારે પ્રમાણમાં જ કરશે. તેવા સમયે રાજ્યમાં વીજ કંપનીઓ વીજ જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે. જ્યારે સરકાર દ્વારા પણ જરૂરિયાત પ્રમાણે ખેડૂતો અને નાગરિકને જરૂર પડશે તેટલી વીજળી પૂરી પાડવામાં આવશે.
તો હાલમાં કેન્દ્ર સરકાર પાસેથી વીજળીની ખરીદી કરી રહ્યાં છીએ. ત્યારે સરકારની દર વર્ષની નીતિ પ્રમાણે જુદા સમયે જુદા પાકમાં જરૂરિયાત પ્રમાણે વીજ આપવામાં આવે છે. ટુંક સમયમાં જરુર હોય ત્યારે અને આગામી દિવસોમાં ખેડુતને વીજની જરુર હશે તો ત્યાં વીજ આપવામાં આવશે. રાજય સરકાર સોલાર અને વિન્ડને પ્રમોટ કરશે. રાજયમાં જુદા-જુદા સોલાર અને વિન્ડના ટેન્ડર બહાર પડ્યા છે. જેના બેઝ ભાવ નક્કી કર્યા છે, જેની બીડીગ પ્રોસેસ શરૂ કરીશુ.