ગાંધીનગર : રાજ્યની સભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નારાજ ધારાસભ્યોને તોડવાની પ્રક્રિયા હાથ ધરી છે જ્યારે છેલ્લા કેટલાય દિવસથી નીતિન પટેલ પોતાના 15 ધારાસભ્યો છોડીને કોંગ્રેસમાં આવી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના 15 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તેવી વાતો ચાલી રહી છે ત્યારે નીતિન પટેલે ગૃહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું મરીશ ત્યાં સુધી ભાજપમાં જ રહીશ.
વિધાનસભા ગૃહમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતાની જગ્યાએ ગૃહને સંબોધવા માટે ઉભા થયાં ત્યારે કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ ગૃહમાં " ગબ્બર ઉભા થયાં" જેવી ટિપ્પણી કરી હતી. ટિપ્પણી થતાં જ નીતિન પટેલે ગૃહમાં જ કોંગ્રેસને વળતો જવાબ આપ્યો હતો કે નીતિન પટેલ ભાજપમાં જન્મ્યાં છે અને ભાજપ માટે જીવશે, જ્યારે કોંગ્રેસ પક્ષને સલાહ આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ સમગ્ર દેશમાં તૂટી રહી છે, તમે તમારું ઘર બચાવો, મારી કે ભાજપની ચિંતા ન કરો.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર તૂટી પડતાં રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કાંકરા કરવા લાગ્યા છે વીરજીભાઈ કહેતા હતા કે નીતિન પટેલ નારાજ છે કોંગ્રેસમાં આવી જાઓ પણ હવે કોંગ્રેસના સભ્યો તૂટી રહ્યાં છે ભાજપના એકપણ સભ્ય પદ છોડવા માટે તૈયાર નથી ટૂંક સમયમાં ખબર પડી જશે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને શું પરિસ્થિતિ છે ?
જ્યારે રાજ્યમાં મુખ્યપ્રધાન પણ બદલાઈ રહ્યાં છે તેવી પણ અનેક અફવાઓ ચાલી રહી છે ત્યારે તેના જવાબમાં પણ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન છે અને રહેશે અમારો પક્ષ દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે.
નીતિન પટેલ ગૃહમાં બોલવા ઉભા થયાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું "ગબ્બર ઉભા થયાં" - ETVBharatGujarat