ETV Bharat / state

Vehicle Scrapping Policy: વાહન સ્ક્રેપ પૉલિસી અંતર્ગત રાજ્યમાં બનશે 204 ફિટનેસ સેન્ટર, સરકારે કરી જાહેરાત - Gujarat Government

રાજ્યમાં કેન્દ્ર સરકારની સ્ક્રેપ પૉલિસીને ધ્યાનમાં રાખી સરકારે ફિટનેસ સેન્ટર્સ બનાવવાને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત રાજ્યમાં હવે 204 જેટલા સેન્ટર બનશે.

Vehicle Scrapping Policy: વાહન સ્ક્રેપ પૉલિસી અંતર્ગત રાજ્યમાં બનશે 204 ફિટનેસ સેન્ટર, સરકારે કરી જાહેરાત

author img

By

Published : Feb 7, 2023, 8:12 PM IST

Updated : Feb 7, 2023, 8:19 PM IST

કોમર્શિયલ વાહનોનું થશે ફિટનેસ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રદૂષણને ઘટાડવા માટે 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવા કેન્દ્ર સરકારે પૉલિસી તૈયાર કરી છે અને ગુજરાતમાં જ સ્ક્રેપ પૉલિસીનું કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. ત્યારે આ સ્ક્રેપ પૉલિસી અંતર્ગત રાજ્ય સરકારે દ્વારા ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. આમ, રાજ્યમાં વાહન સ્ક્રેપિંગ પૉલિસીની અસરકારક અમલવારી માટે 204 જેટલા ફિટનેસ સેન્ટરને મંજૂરી અપાઈ છે, જે માર્ચ 2023 સુધીમાં કાર્યરત્ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Annapurna Yojana: વિશ્વકર્મા જયંતિએ ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કરાયું, અનેક જિલ્લામાં અન્નપૂર્ણા યોજના શરૂ

શું કહ્યું પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલેઃ કેબિનેટ બેઠક બાદ રાજ્યના પ્રથમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમ જ રોડસેફ્ટીને પ્રાધાન્ય લઈને રાજ્યમાં વાહન સ્ક્રેપિંગ પૉલિસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેસ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ સેન્ટર્સ માર્ચ 2023 સુધીમાં કાર્યરત્ થશે.

કોમર્શિયલ વાહનોનું થશે ફિટનેસઃ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ પૉલિસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. તે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જાહેર જનતાની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી. સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન સિંગલ વિન્ડો સિસ્ટમ વિકસાવવામાં આવી છે. તેના થકી રાજ્યમાં 204 ફિટનેસ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ પૉલિસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે.

ચણા તૂવેરની થશે ખરીદીઃ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ટેકાના ભાવની ખરીદી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં એડવાન્સ એસ્ટિમેટ મુજબ તૂવેરનું 2.10 લાખ હેક્ટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું 3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. તૂવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચોઃ G20 Meeting : B20 બેઠકમાં કેન્દ્રિય પ્રધાને કહ્યું, વિશ્વમાં તકલીફો છે તેની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે

ભાવ નક્કી કરાયોઃ તેમણે ઉંમર્યું હતું કે, ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તૂવેર પાકનો ટેકાનો ભાવ 6600 રૂપિયા પ્રતિ કિવન્ટલ, ચણાનો 5335 રૂપિયા પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ 5450 રૂપિયા પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135 કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી 103 કેન્દ્રો પરથી કરાશે. આજ દિન સુધીમાં તુવેર પાકમાં કુલ 1431 ચણા પાકમાં 1,16,127 તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 10 માર્ચ 2023 થી 7 જૂન 2023 દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે

Last Updated : Feb 7, 2023, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.