ETV Bharat / state

અમદાવાદની સમીક્ષા કરવા દિલ્હી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા અમદાવાદમાં...

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ કોરોનાના ચક્રવાતમાં ફસાઈ ગયું છે. ત્યારે સરકાર દ્વારા અમદાવાદ બચાવો અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં 2 દિવસ પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે અમદાવાદની રીવ્યુ કરવા માટે શ્રેષ્ઠ ડૉક્ટરોની માગ કરી હતી. જે આજે અમિત શાહે માગણી સ્વીકારીને શુક્રવારે રાત્રે દિલ્હીના શ્રેષ્ઠ ડોકટરો અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મુલાકાત લેશે. ઉપરાંત દિલ્હીના ડૉક્ટરો રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સીએમ વિજય રૂપાણી સાથે કોરોના મુદ્દે ઉચ્ચ સ્તરની બેઠક પણ યોજશે.

અમદાવાદની સમીક્ષા કરવા દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા અમદાવાદમાં

author img

By

Published : May 8, 2020, 9:03 PM IST

ગાંધીનગર : વધુ વિગતો આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરતા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ત્રણ અને અમદાવાદ મોકલવાનું અનુરોધ કર્યો હતો. જેમાં એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયા, નવી દિલ્હી એપોલો હોસ્પિટલના ડૉક્ટર રાજેશ ચાવલા અને મુંબઈના ખ્યાતનામ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા માટેની સીએમ રૂપાણીએ વિનંતી કરી હતી, જે વિનંતીને આધારે હવે ફક્ત એમ્સ હોસ્પિટલના ડિરેકટર રણદીપ ગુલેરિયા, ડોકટર મનીષ સુનેજા આજે શુક્રવારે અમદાવાદ ખાતે આવશે.

દેશના શ્રેષ્ઠ ડૉક્ટરો અમદાવાદમાં આવશે ત્યારે અમદાવાદમાં 1200 બેડની કોવિડ-19 સિવિલ હોસ્પિટલ અને એસ.વી પી. હોસ્પિટલમાં સારવાર સુવિધા વ્યવસ્થાઓ અંગે પણ વિચાર વિમર્શ કરશે. ઉપરાંત સારવાર આપતા ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે, દિવસે-દિવસે અમદાવાદ શહેરની હાલત વધુ ને વધુ ખરાબ થતી જઈ રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અનેક રોગોને કાબૂમાં કઈ રીતે કરી શકાય તે માટે પણ દિલ્હીથી ઉચ્ચકક્ષાના ડોક્ટર સાથે પરામર્શ કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ આઇએએસ અધિકારીની નિમણૂંક કરીને પણ કોરોનાને કાબૂમાં લાવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.