ETV Bharat / state

કૌમી વૈમનસ્ય ફેલાય તેવા બનાવો સામે અતિ ગંભીરતાથી પગલાં લેવાશે : DGP શિવાનંદ ઝા - director journal of police of gujrat

લોકડાઉનને પગલે અલગ અલગ રાજ્યોમાં શ્રમિકો અટવાયેલા છે, ત્યારે પોલીસવડા શિવાનંદ ઝાએ પરપ્રાંતિય શ્રમિકોએ ધીરજ રાખવાની અપીલ કરી હતી. ગઈકાલે સુરત, બોટાદ અને ભરૂચ ખાતે અમુક જગ્યાએ શ્રમિકોએ ધીરજ ગુમાવીને અવ્યવસ્થા સર્જી હતી. આવા શ્રમિકો સંયમ રાખીને વહીવટીતંત્રને સહયોગ આપે તે જરૂરી છે.

shivanand zaa strick action on Rumor mongers

author img

By

Published : May 15, 2020, 8:10 PM IST

ગાંધીનગરઃ દેશ કોરોનાની મહામારી સામે સંવેદનશીલતા સાથે લડી રહ્યો છે, ત્યારે કોમી વૈમનસ્ય ફેલાય તેવા બનાવો કે અફવાઓ ફેલાવવાનારાઓ સામે ગંભીરતાથી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. 7મી મેના રોજ પશ્ચિમ કચ્છના ભુજ શહેરમાં એક વ્યક્તિ દ્વારા રાત્રિના સમયે મસ્જિદમાં માઇક દ્વારા કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ભડકાઉ ઉચ્ચારણો કર્યા હતા. આ સંદર્ભે તે વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરીને પાસા હેઠળ સુરત જેલના હવાલે મોકલી દેવાયા છે.

કૌમી વૈમનસ્ય ફેલાય તેવા બનાવો સામે અતિ ગંભીરતાથી પગલાં લેવાશે : DGP શિવાનંદ ઝા

પશ્ચિમ કચ્છના નિરોણા પોલીસ સ્ટેશનમાં અને ભુજ શહેરના પોલીસ સ્ટેશનમાં સોશ્યલ મિડિયા દ્વારા કોમી લાગણીઓ ઉશ્કેરાય તેવી પોસ્ટ મૂકવાનો એક ગુનો નોંધાયો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં પણ અગાઉ સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકવાના ગુનામાં આરોપીની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. એટલે લોકોને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન કરવા અપીલ પણ કરાઈ છે.

લૉકડાઉનના ચુસ્ત અમલ દરમિયાન અન્ય રાજ્યોમાં જવા માગતા લોકો માટે તંત્ર તરફથી જરૂરી પાસ અને મંજૂરી આપવામાં આવે છે. તેનું ફરજ ઉપરના પોલીસ જવાનો દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવે છે. જેમાં નકલી પાસ બનાવી આપવાના બે બનાવો પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કલેકટર કચેરીના બોગસ સિક્કા મારી નકલી પાસ વેચનાર 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ઝારખંડના શ્રમિકોને બસના પાસના આધારે તેમના વતન મોકલવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવી ફોજદારી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કપરા સંજોગોમાં પણ રાજ્યના પોલીસ જવાનો છેલ્લા દોઢ માસથી સતત ખંત અને મહેનતથી ઉત્તમ રીતે ફરજ બજાવી રહ્યા છે. જવાનોને સ્ટ્રેસ ન થાય તે માટે સમયાંતરે ફેરબદલી કરવાની સાથે સક્રિય ફરજમાં જરૂરી આરામ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.