ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા કોઠા ગામમાં હડકબાઇ માતાનું મંદિર આવેલું છે. દેવીપૂજક સમાજ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ચૈત્ર માસમાં સમગ્ર રાજ્યમાં વસતા દેવીપૂજક સમાજના લોકો પદયાત્રા યોજીને માતાજીને ધજા ચડાવતા હોય છે. ત્યારે કોઠા ગામમાં વિશાળ સંખ્યામાં ધાર્મિક મહોત્સવ યોજાયો હતો.
દેવીપૂજક સમાજના પ્રમુખ રૂપસંગભાઇ ભરભીડીયાએ કહ્યું કે, ચાર દિવસ દરમિયાન સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ જોવા મળતો હતો, જ્યારે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દેવીપૂજક સમાજને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે સમાજને અલગથી અનામત મળે અને દેવીપૂજક સમાજની રાજકીય રીતે ભાગીદારીમાં ધંધો થાય તેને માટે પણ હાકલ કરવામાં આવી હતી. જ્યારે આગામી સમયમાં કેન્દ્રમાં મોદી સરકાર બને તેની માટે પણ સમગ્ર દેવીપૂજક સમાજ પ્રાર્થના કરી હતી.
દેવીપૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભરભીડીયા, શ્રી હડકમાઈ માતા કોઠા ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ ચારોલીયા તેમજ વિરાટ દેવીપૂજક સંઘના મુખ્ય આગેવાનો અને કોઠા ટ્રસ્ટના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીને લાખો ભાવિકોએ સામુહિક પ્રાર્થના કરી અનામત હક્ક અધિકાર સરકાર દ્વારા ઝડપથી નિર્ણય કરી ગરીબ સમાજને અનામતનો લાભ મળે તે માટે સૌએ સામુહિક પ્રાર્થના કરી હતી. આ ઉત્સવમાં લાખો લોકો ધોમ ધખતા તાપમાં અને મેઘાવી રાતે પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.