અમદાવાદ : સંક્રમણને ફેલાતું અટકાવવા માટે વેક્સિનના બે ડોઝ લેવા આવશ્યક છે. કેમ કે, શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત(Corona to students in schools in Gujarat) થઈ રહ્યા છે. જો શિક્ષકને કોરોના થાય છે તો બાળકોમાં પણ સંક્રમણ થવાની શક્યતા છે. જેથી શિક્ષકો અને શાળાના તમામ સ્ટાફે વેક્સિન લીધી છે તેનું ઈન્સ્પેક્ટિંગ સ્ટાફ દ્વારા ચેકીંગ અત્યારે સરકારની તાકીદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ કરવામાં આવી રહ્યું છે, જે કામ પહેલા કરવાની જરૂર હતી.
8 વિદ્યાર્થીઓને કોરોના ચેપ લાગી ચૂક્યા
અત્યાર સુધી શહેરમાં 8 જેટલા વિદ્યાર્થીઓને કોરોનાનો(Corona Transition to Students in Gujarat) ચેપ લાગ્યો છે. જેમાં નિરમા વિદ્યાલય, ઉદગમ, મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલના વિદ્યાર્થીઓને કોરોના ચેપ લાગ્યો છે.
કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેની ખાતરી રૂટિન ઇન્સ્પેકશન થશે
DEO(District Educational Officer) હિતેન્દ્ર પઢેરીયાએ કહ્યું કે, પ્રવર્તમાન સમયમાં કોરોના સંદર્ભમાં તકેદારી માટે રાજ્ય સરકાર દ્વારા શાળાઓને સૂચિત કરવામાં આવી છે. કોરોના વેક્સિનના બે ડોઝ(Two Doses of Covid Vaccine in Gujarat) લીધા હોય તેની ખાતરી અમારા રૂટિન ઇન્સ્પેકશનમાં કરવાના છીએ. પરંતુ કેટલા શિક્ષકો બાકી છે વેક્સિનના બે ડોઝ લેવામાં એની પૂરતી વિગતો નથી. જો કે મોટાભાગનાએ વેક્સિન લીધી છે." ડેટા હજુ સુધી નથી એનો મતલબ હજુ સુધી કદાચ 100 ટકા શિક્ષકો વેક્સિન નહીં લીધી હોય એવું પણ બની શકે.
બાળકોમાં લક્ષણો દેખાય તો વાલીઓએ બાળકોને સ્કૂલે ના મુકવા સલાહ આપી છે
હિતેન્દ્ર પઢેરીયાએ વધુમાં કહ્યું કે, જો કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટીવ(Student Corona Positive in Gujarat)જણાય તો તત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. બાળકોમાં લક્ષણો દેખાય તો વાલીઓએ બાળકોને સ્કૂલે ના મુકવા સલાહ આપવામાં આવી છે. શિક્ષકોએ બે ડોઝ(Teachers Vaccinated in Gujarat) લીધા છે કે નહીં, તે અમારી કચેરીઓના ઈન્સ્પેક્ટિંગ સ્ટાફ દ્વારા ખાતરી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ AMC Vaccination Scheme: આઇફોન જીતનાર કિશને કહ્યું - શરૂઆતમાં ફ્રોડ લાગ્યું, ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો
આ પણ વાંચોઃ PM Modi Meeting on Covid 19: કોરોના મહામારીની વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા