ETV Bharat / state

પ્રજાપતિ સમાજની ભાજપ પક્ષ ટિકીટ આપે તેવી માંગ, નહીંતો કરશે તેમના વિરૂદ્ધ મતદાન - પ્રજાપતિ સમાજના આગેવાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખ નજીક આવતા ટીકીટો માટે વિવિધ સમાજ કે સંગઠન પક્ષો સામે નારાજગી વ્યક્ત કરતા હોય છે. આ દરમિયાન આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રજાપતિ સમાજના આગેવાનોની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. પ્રજાપતિ સમાજે 182 બેઠકોમાંથી 10 બેઠકો પર પ્રજાપતિ સમાજના ઉમેદવારને ભાજપ પક્ષ ટિકીટ (BJP party ticket) આપે નહીંતો તેમના વિરૂદ્ધ મતદાન કરશે. તેવી માંગ પત્ર લખીને માંગ (Demand of Prajapati Samaj) કરી હતી.

પ્રજાપતિ સમાજની ભાજપ પક્ષ ટિકીટ આપે તેવી માંગ, નહીંતો કરશે તેમના વિરૂદ્ધ મતદાન

author img

By

Published : Nov 5, 2022, 10:26 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક (Gujarat Assembly Election 2022) આવતા ટીકીટો માટે વિવિધ સમાજ કે સંગઠન પક્ષો સામે નારાજગી વ્યક્ત કરતા હોય છે. હાલ રાજકીય પક્ષો દ્રારા ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. તે વચ્ચે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રજાપતિ સમાજના (Gujarat Prajapati Samaj) આગેવાનોની ગાંધીનગર ખાતે બેઠક (Meeting of Prajapati Samaj leaders in Gandhinagar) મળી હતી. જેમાં પ્રજાપતિ સમાજે 182 બેઠકોમાંથી 10 બેઠકો પર પ્રજાપતિ સમાજના ઉમેદવારને ભાજપ પક્ષ ટિકીટ (BJP party ticket) આપે તેવી માંગ કરી છે. જોકે પ્રજાપતિ સમાજને ટિકીટ નહીં મળે તો આગામી દિવસોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

ગુજરાત રાજ્ય પ્રજાપતિ સમાજના આગેવાનો ની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં પ્રજાપતિ સમાજે 182 બેઠકો માંથી 10 બેઠકો પર પ્રજાપતિ સમાજના ઉમેદવાર ને ભાજપ પક્ષ ટિકિટ આપે તેવી માંગ કરી છે.

10થી 12 બેઠકોની માંગ ગુજરાત રાજ્યમાં જ્યારે જ્યારે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે ત્યારે કેટલાક સમાજો રાજકીય પક્ષો પાસેથી ટિકીટની માગ કરે છે. જો રાજકીય પક્ષ તેમના સમાજના કોઈ સભ્યને ટિકીટ ન આપે તો તે લોકો પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે પ્રજાપતિ સમાજના આગેવાનોની એક બેઠક મલી હતી. જોકે આ બેઠકમાં પ્રજાપતિ સમાજે ભાજપ પક્ષ પાસેથી 10 બેઠકોની માગ કરી છે. આ ઉપરાંત, સમાજે એવી પણ રજુઆત કરી હતી કે જો પ્રજાપતિ સમાજની માગ નહીં સ્વીકરવામાં આવે તો આગામી દિવસોમાં ભાજપ પક્ષની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે.

55 લાખની વસ્તી આ ઉપરાંત પ્રજાપતિ સમાજે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રજાપતિ સમાજની 55 લાખ વસ્તી રાજ્યમાં વસવાટ કરે છે. ગુજરાતમાં વસ્તી પ્રમાણે ચોથો નબરનું સ્થાન ધરાવે છે. જો કે છેલ્લા 75 વર્ષમાં કોંગ્રેસ પક્ષે માત્ર 1 ટિકીટ અને ભાજપ પક્ષે 2 ટિકીટ ફાળવી છે. હાલ રાજ્યમાં 182 સીટો માંથી 42 સીટો પર પ્રજાપતિ સમાજના લોકો પ્રભુત્ત્વ ધરાવે છે, તેમ છતાંય રાજકીય પક્ષો હંમેશા પ્રજાપતિ સમાજને અન્યાય કરીને ઉમેદવારને ટિકીટ આપતા નથી. જેથી આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પ્રજાપતિ સમાજે ભાજપ પક્ષને પત્ર લખીને માગ કરી છે. જો આ વખતની ચૂંટણીમાં ભાજપ પક્ષ 10 ટિકીટ નહીં આપે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે.

40 વધુ બેઠકો પર વર્ચસ્વ પ્રજાપતિ સમાજના આગેવાન (Leader of Prajapati Samaj) વાઘજી પ્રજાપતિએ વધુમાં નિવેદન આપ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની 182 જેટલી બેઠકોમાંથી 40થી વધુ બેઠક ઉપર પ્રજાપતિ સમાજ નિર્ણાયક રહ્યું છે તે કોઈ પણ પક્ષને હાલવા અથવા તો જીતવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે જ્યારે ગુજરાતમાં પ્રજાપતિ સમાજની કુલ 55 લાખ વસ્તી છે જેથી 10 થી 12 જેટલી ટિકીટ પ્રજાપતિ સમાજને આપવામાં આવે તેવી માંગ પણ પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.