ETV Bharat / state

Gujarat Assembly: ઝવેરી કમિશનના રિપોર્ટની માંગ, ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી તાત્કાલિક કરાવવા રજૂઆત - ઝવેરી કમિશનના રિપોર્ટની માંગ

ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારે દ્વારા તૈયાર કરવામાં આવેલી ઝવેરી કમિશનનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે સરકારમાં જમા થાય અને જે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી અત્યારે મોકૂફ રાખવામાં આવી છે તે ચૂંટણી પણ તાત્કાલિક ધોરણે કરાવવા રજૂઆત કરી હતી.

Gujarat Assembly
Gujarat Assembly
author img

By

Published : Mar 24, 2023, 10:19 PM IST

ઝવેરી કમિશનના રિપોર્ટની માંગ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારે દ્વારા તૈયાર કરવામાં આવેલી ઝવેરી કમિશનનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે સરકારમાં જમા થાય અને જે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી અત્યારે મોકૂફ રાખવામાં આવી છે તે ચૂંટણી પણ તાત્કાલિક ધોરણે કરાવવા રજૂઆત કરી હતી.

ઝવેરી કમિશનના રિપોર્ટની માંગ: સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારને OBC મુદ્દે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત માટેની બેઠકો નક્કી કરવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 8 જુલાઈના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પછી દ્વારા ચાર ઝોનમાં લોકોની રજૂઆત સાંભળી છતાં પણ હજુ સુધી રિપોર્ટ તૈયાર થયો નથી. ત્યારે વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ રિપોર્ટ બાબતે મહત્વના નિવેદનો આપ્યા હતા

ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી કરાવવા રજૂઆત: કોંગ્રેસના ધારાસભ્ય ઓબીસી અનામતને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઝવેરી કમિશનના રિપોર્ટની માંગ કરી હતી. ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ ઝવેરી કમિશનના રિપોર્ટ ક્યારે સોંપાશે તેવી માંગ કરી હતી. જો જલ્દી સોંપાય તો ઓબીસીનું નેતૃત્વ વધે અને બાકી રહેલી ચૂંટણીઓ પણ તાત્કાલિક ધોરણે થાય. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ વિધાનસભા ગૃહમાં ઝવેરી કમિશન રિપોર્ટની માંગ કરી હતી. સમયમર્યાદા પુરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ રિપોર્ટ જમા થયો નથી તેવા આક્ષેપ મેવાણીએ કર્યા હતા. ત્યારબાદ ગૃહમાં વાતાવરણ ખરાબ થતા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું છે.

આ પણ વાંચો: PRO Hitesh Pandya: આખરે CMO કાર્યાલયના PRO હિતેશ પંડ્યાનું રાજીનામું, અમિતની ભાજપમાંથી હાકલપટ્ટ

ઝવેરી કમિશન શું છે: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત માટેની બેઠકો નક્કી કરવા માટે આ આયોગની રચના કરવામાં આવી છે. જેમાં આ આયોગની ભલામણને આધારે સ્થાનિક રાજ્યની સંસ્થા મુજબ જોગવાઈ કરવા માટે અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું. જેથી બંધારણીય જોગવાઈનું મૂલ્યાંકન ન થાય તેમજ કોઈપણ સંજોગોમાં આવી અનામત એસસી એસટી અને ઓબીસીની તરફેણમાં અનામત રાખવામાં આવેલી બેઠકો કુલ બેઠકોના 50% થી વધુ ન હોવી જોઈએ તે બાબતને પણ આવરી લેવાઇ છે.

7000 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી અટકી: વિધાનસભા ગ્રુપમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યા બાદ ધારાસભ્ય અમિત ચાવડાએ વાતચીતમાં જણાવ્યું હતું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ 90 દિવસમાં રજૂ કરવાનો હતો, ત્યારબાદ સરકારે સતત રિપોર્ટમાં જમા કરાવવા માટેની મુદત વધારી છે, 12 માર્ચ ના દિવસે કમિશનની મુદત પૂરી થઈ છે તો પણ રિપોર્ટ જમા થયો નથી. સરકાર પાસે રિપોર્ટ આવ્યો છે કે કેમ ? પણ સરકાર જવાબ આપવા તૈયાર નથી. કમિશનના રિપોર્ટ નહીં આવવાના કારણે આજે ગુજરાતમાં 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયત, 75 નગરપાલિકામાં અને 2 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી થઈ શકતી નથી. આ તમામ જગ્યાએ વહીવટદાર ની નિમણુંક કરી નાખી છે.

આ પણ વાંચો: Rahul Gandhi News : રાહુલ ગાંધીને સજા કરાવી મુશ્કેલીમાં મૂકનાર પૂર્ણેશ મોદી છે કાયદાના જાણકાર

શું કહ્યું હાર્દિક પટેલે: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય વિભાગની બજેટની ચર્ચા અને માંગણીઓ દરમિયાન નિવેદન આપ્યું હતું કે એક સમય અમે આંદોલનના ભાગ હતા ત્યારે આજે વિધાનસભા ગૃહમાં દિલ ખોલીને બોલવું છે કે સરકારે ખૂબ સારું કામ કર્યું છે. આંદોલન બાદ ભાજપ સરકારે બિન અનામત નિગમ બનાવ્યું અને 500 કરોડની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2018 થી 2023 સુધીમાં કુલ 1,46,183 વિદ્યાર્થીઓએ બિન અનામત નિગમનો લાભ મેળવ્યો છે. આજે 1600 કરોડ રૂપિયા સરકારે ખર્ચ કર્યો છે. ત્યારે હવે જે રીતે ગુજરાત વિધાનસભામાં વિવિધ સમિતિઓ છે ત્યારે બિન અનામત સમાજ અને નિગમને લઈને પણ એક વિશેષ સમિતિમાં બનાવવામાં આવે તો જેથી બિન અનામત માટે ખાસ એક યોજનાઓ પણ તૈયાર થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.