રાજ્ય સરકારમાં નોકરી કરતા કર્મચારીઓની અનેક યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે. નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારી મૃત્યુ પામે તો તેના વારસદારને નોકરીમાં લેવામાં આવતો હતો. જે બાદ કર્મચારી નિવૃત્ત થાય ત્યાર પછી તેનું જીવન ઓશિયાળું ના બને તે માટે પેન્શન આપવામાં આવતું હતું. પરંતુ, રાજ્યમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ એક-એક યોજનાઓને ખંભાતી તાળા મારવામાં આવ્યા હતા. પરંતુ, હવે કર્મચારીઓ સંગઠિત થઈ રહ્યા છે અને પુનઃ યોજનાઓને ચાલુ કરવા માટે રણશિંગુ ફૂંકી રહ્યા છે. ગુજરાત રાજ્ય અધિક્ષક ઈજનેરને મંડળના 75 વર્ષ અને લઈને એક અધિવેશન બિહારમાં મળ્યું હતું.
ગુજરાત રાજ્ય અધિક્ષક ઈજનેર મંડળના મહામંત્રી આર.એચ પટેલે કહ્યું કે, ઓલ ઇન્ડિયા ડિપ્લોમા ફોરમ ઇજનેર મંડળને 75 વર્ષ પુરા થતા બિહારમાં તેને લઇને એક અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં બિહારના કેબિનેટ પ્રધાન વિજયકુમાર સિંહા હાજર રહ્યા હતા. બેઠકમાં ઈજનેરોના વિવિધ પ્રશ્નોને લઈને છણાવટ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેનો હતો. સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ હતી. ત્યારે નિવૃત્ત કર્મચારીઓને જીવન નિર્વાહ કરવા માટે ઓશિયાળા બનવું પડતું ન હતું. આગામી સમયમાં તમામ રાજ્યોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવશે. તેમ છતાં જો નિરાકરણ નહીં આવે તો દેશભરમાં આંદોલન આત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.