ETV Bharat / state

ગાંધીનગર: IAS દહિયા વિરુદ્ધ દિલ્હીની યુવતીએ છેતરપિંડીની નોંધાવી ફરિયાદ - Gujarati news

ગાંઘીનગર: નેશનલ રુરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા IAS ગૌરવ દહિયા પર આક્ષેપ અરજી કરવામાં આવી છે. દિલ્હીની યુવતીએ ગાંધીનગરમાં લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, લગ્ન કર્યા બાદ છેતરપિંડી આચરી છે. તો બીજી તરફ IAS ગૌરવ દહિયાએ પણ સેક્ટર 7 પોલીસ મથકમાં માનસિક રીતે હેરાનગતિ કરવાની ફરિયાદ કરી છે. તેથી ગાંઘીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર: IAS ગૌરવ દહિયા વિરુદ્ધ દિલ્લીની યુવતીએ કરી આક્ષેપ અરજી
author img

By

Published : Jul 24, 2019, 8:30 PM IST

Updated : Jul 24, 2019, 9:33 PM IST

દિલ્હી ખાતે રહેતી એક યુવતીએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી છે કે, ગુજરાતમાં નેશનલ રુરલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતાં IAS ગૌરવ દહિયા અવારનવાર સરકારી કામે દિલ્હી જતા હતા.

તે દરમિયાન સોશિયલ મીડિયા મારફતે દિલ્હી ખાતે MBBSમાં ભણતી એક યુવતી સાથે પરિચયમાં આવ્યા બાદ તેમની વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતનો દોર પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. તે દરમિયાન ગૌરવ દહિયાએ પોતાની પ્રથમ પત્નિને છુટાછેડા આપી દિલ્હીની આ યુવતિ સાથે લગ્ન કર્યા હતા.

ગાંધીનગર: IAS ગૌરવ દહિયા વિરુદ્ધ દિલ્હીની યુવતીએ કરી આક્ષેપ અરજી
જો કે બાદમાં ગૌરવ દહિયાને અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનો અહેસાસ થતાં દિલ્હીની આ યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી યુવતીએ ગાંધીનગર પોલીસને લેખિત અરજી કરી છે.

જો કે બીજી તરફ IAS ગૌરવ દહિયાએ પણ દિલ્હીની આ યુવતી દ્વારા માનસિક રીતે હેરાન કરાતો હોવાની અરજી સેક્ટર 7 પોલીસ મથકમાં અરજી કરાઈ છે. જો કે પોલીસ દ્વારા IAS દ્વારા કરાયેલી ફરિયાદ મુદ્દે જ વાતચીત કરવામાં આવી છે.

જ્યારે IAS ગૌરવ દહિયા હાલ કંઇ બોલવા તૈયાર નથી. IAS દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ઘટનાએ સમગ્ર IAS બેડામાં ચકચાર મચાવી છે. તો બીજી તરફ પોતાની હવસનો શિકાર બનાવવાની અનેક ફરિયાદોએ અત્યારે પાટનગરની હવામાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં પોલીસ પણ ક્યાંય સાથ આપતી હોય તેમ IAS દ્વારા કરાયેલી અરજી બાબતની જ માહિતી આપવામાં આવે છે. જ્યારે ભોગ બનનારી યુવતીની ફરિયાદ અંગે પોલીસ હરફ સુધ્ધા બોલવા તૈયાર નથી. ત્યારે ઘટનામાં પોલીસની નિષ્પક્ષ તપાસથી સત્ય બહાર આવે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.

Intro:ખાસ નોંધ - ભોગ બનનારી મહિલાના તથા આઈએએસ ગૌરવ દહિયાના ફોટો મોકલ્યા છે જેમાં યુવતિના ફોટો બ્લર કરવા.

એન્કર - નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં આઈએએસ ગૌરવ દહિયા દ્વારા દિલ્હી ખાતે રહેતી યુવતિ સાથે લગ્ન કર્યા બાદ છેતરપિંડી આચરી હોવાની લેખિત ફરિયાદ ગાંધીનગર જીલ્લા પોલીસ વડાને મળી છે. બીજી તરફ આઈએએસ ગૌરવ દહિયાએ પણ સેક્ટર 7 પોલીસ મથકમાં દિલ્હી સ્થિત યુવતિ દ્વારા માનસિક હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ કરાઈ છે ત્યારે બંને લેખિત અરજી મળતાં હવે ગાંધીનગર પોલીસે તપાસ તેજ કરી છે.Body:દિલ્હી ખાતે રહેતી એક યુવતિએ ગાંધીનગર જીલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી છે કે ગુજરાતમાં નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતાં આઈએએસ ગૌરવ દહિયા અવારનવાર સરકારી કામે દિલ્હી જતાં હતા તે દરમિયાન સોશિયલ મીડિયા મારફતે દિલ્હી ખાતે એમબીબીએસમાં ભણતી એક યુવતિ સાથે પરિચયમાં આવ્યા બાદ તેમની વચ્ચે મુલાકાત થઈ હતી.આ મુલાકાતનો દોર પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો તે દરમિયાન ગૌરવ દહિયાએ પોતાની પ્રથમ પત્નિને છુટાછેડા આપી દિલ્હીની આ યુવતિ સાથે લગ્ન કર્યા હતા.

જો કે બાદમાં ગૌરવ દહિયાને અન્ય યુવતિ સાથ્ પ્રેમ સબંધ હોવાનો અહેસાસ થતાં દિલ્હીની આ યુવતિને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેણીએ ગાંધીનગર પોલીસને લેખિત અરજી કરી છે. જો કે બીજી તરફ આઈએએસ ગૌરવ દહિયાએ પણ દિલ્હીની આ યુવતિ દ્વારા માનસિક રીતે હેરાન કરાતો હોવાની અરજી સેક્ટર 7 પોલીસ મથકમાં અરજી કરાઈ છે. જો કે પોલીસ દ્વારા આઈએએસ દ્વારા કરાયેલી ફરિયાદ મુદ્દે જ વાતચીત કરવામાં આવી.

બાઈટ - એમ કે રાણા, ડીવાયએસપી Conclusion:અા બાબતે જ્યારે આઈએએસ ગૌરવ દહિયાને કાઈ બોલવા તૈયાર નથી. આઈએએસ દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ઘટનાએ સમગ્ર આઈએએસ બેડામાં ચકચાર મચાવી છે તો બીજી તરફ પોતાની હવસનો શિકાર બનાવવાની અનેક ફરિયાદોએ અત્યારે પાટનગરની હવાને ગરમ કરી દીધી છે. ટોક ઓફ ધ ટાઉન બનેલી ઈ ઘટનામાં પોલીસ પણ ક્યાંય સાથ આપતી હોય તેમ આઈએએસ દ્વારા કરાયેલી અરજી બાબતની જ માહિતી આપવામાં આવે છે જ્યારે ભોગ બનનારી યુવતિની ફરિયાદ અંગે પોલીસ હરફ સુધ્ધા બોલવા તૈયાર નથી ત્યારે ઘટનામાં પોલીસની નિષ્પક્ષ તપાસથી સત્ય બહાર આવે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યાં છે.
Last Updated : Jul 24, 2019, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.