DPS શાળામાં વિવાદ મુદ્દે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા CBSCના ચેરમેન અનિતા કર્નવાલ સાથે કરી ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં DPS વિવાદ મુદ્દે CBSCના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે. જે અધિકારીઓ મંગળવારના રોજ સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર મામલે વિગત મેળવશે. જ્યારે આ બેઠકમાં DPSની માન્યતા રદ કરવા માટેનો મહત્વ નિર્ણય કરવામાં આવશે.
જ્યારે શિક્ષણ વિભાગના ઉચ્ચ સુત્રોની જંકરી પ્રમાણે દિલ્હીથી CBSC ટીમ ગુજરાત આવાની છે. DPS સ્કૂલને માન્યતા આપનાર અધિકારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ DPS સ્કૂલને આપવામાં આવેલ પરવાનગી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવશે. જ્યારે રાજ્ય શિક્ષણ વિભાગે DPS મુદ્દે પ્રાથમિક શાળા નિયામકને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. જેમાં વર્ષ 2012માં DPS સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી. જે દરમિયાન DPS સ્કૂલ માન્યતા મુદ્દે સંબંધિત અધિકારી વિરુદ્ધ તપાસ થશે અને જો અધિકારી નિવૃત હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.