ETV Bharat / state

કતલખાને જતા બચાવવા 500 ઘેટાં-બકરાને પાંજરાપોળમાં લવાયા, ત્યાં પણ મળ્યું મોત - પશુ ચિકિત્સકો

ગાંધીનગર: કલોલનાં પાંજરાપોળ વિસ્તારમાં રાખવામાં આવેલા 484 ઘેટા બકરાના આકસ્મિક મોત થતા તંત્ર દોડતું થઇ ગયું હતું. પાંજરાપોળના સંચાલકો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમજ, તબીબો તુરંત જ સારવાર આપવા માટે દોડી ગયા હતા. પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુમાંથી હાલમાં 205 જેટલા ઘેટા બકરા સુરક્ષિત છે.

484 ઘેટા-બકરાના મોત
author img

By

Published : Sep 12, 2019, 1:34 PM IST

Updated : Sep 12, 2019, 3:54 PM IST

ગાંધીનગરના કલોલમાં પાંજરાપોળ વિસ્તારમાં રાખવામાં 484 ઘેટા-બકરાના મોત નિપજ્યા છે. જેને લઇને તાત્કાલિક અસરથી પશુ ચિકિત્સકો દોડી ગયા હતા. 200 જેટલા ઘેટા બકરાને બચાવી લેવામાં આવ્યા હતા. તમામ ઘેટા બકરાને એન્ટીબાયોટિક દવા સાથે બોટલ ચડાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઘેટા બકરાના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

કલોલમાં પાંજરાપોળ વિસ્તારમાં 484 ઘેટા-બકરાના મોત થતા ચકચાર

સૂત્રોએ જણાવ્યું મુજબ, ઘેટાં બકરાના ગળસુંઢા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલના વરસાદના ભેજવાળા વાતાવરણમાં ચેપ વધુ ફેલાય છે. બકરાના મોત ન થાય તે માટે ડોક્ટરોની એક ટીમ તેનાત કરવામાં આવી છે. ગળસુંઢા રોગના કારણે ઘેટા-બકરાના મોત થયા હોય તેવું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહી છે. પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચા કારણ જાણવા મળી શકે છે. સામાન્ય રીતે ઘેટા બકરા ખુલ્લામાં રાખવામાં આવે છે જો ઘેટા બકરાને એકસાથે વાડામાં પૂરી રાખવામાં આવે તો ચેપ વધુ ફેલાય છે. પરંતુ હાલમાં જ મોહરમનો તહેવાર ગયો હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં ખુલ્લામાં રખડતા ઘેટા બકરાને ઉપાડી જવાના બનાવ બનતા હોય છે. તેને લઈને પાંજરાપોળ દ્વારા તમામ ઘેટા બકરાને એક જગ્યાએ રાખવામાં આવ્યા હતા.

Intro:હેડલાઇન) કતલખાને જતા બચાવવા 500 ઘેટા બકરાને પાંજરાપોળમાં લવાયા તો અહિં પણ મોત મળ્યુ
ગાંધીનગર,

ગાંધીનગર પાસેના કલોલમાં આવેલા પાંજરાપોળમાં રાખવામાં આવેલા 484 ઘેટા બકરા ના આકસ્મિક મોત થતા તંત્ર દોડતું થઇ ગયું હતું. પાંજરાપોળના સંચાલકો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા તબીબો સારવાર આપવા માટે દોડી ગયા હતા. પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુમાંથી હાલમાં 205 જેટલા ઘેટા બકરા બચવા પામ્યા છે.Body:ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખુલ્લામાં રહેતા ઘેટા-બકરામાં રોગના લક્ષણો જોવા મળતા હોય તેવી સ્થિતિમાં ગાંધીનગરના કલોલમાં આવેલી પાંજરાપો માં રાખવામાં આવેલા 484 ઘેટા-બકરા ના મોત નિપજ્યા છે. જેને લઇને તાત્કાલિક અસરથી પશુ ચિકિત્સકો દોડી ગયા હતા અને 200 જેટલા ઘેટા બકરાને બચાવી લેવામાં આવ્યા હતા. તમામ ઘેટા બકરાને એન્ટીબાયોટિક દવા સાથે બોટલ ચડાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઘેટા બકરાના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.Conclusion:સૂત્રોએ જણાવ્યું હતું કે ઘેટાં બકરાને ગળસુંઢા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.હાલના વરસાદના ભેજવાળા વાતાવરણમાં ચેપ વધુ ફેલાય છે. જેના કારણે મોત જે હોય તેવું પ્રાથમિક કારણ જોવા મળી રહી છે. ત્યારે જે બચ્યા છે તેમને બચાવી લેવાના પોતાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. એક ટીમ બકરાના મોતના થાય તે માટે ડોક્ટરોની એક ટીમ તેનાત કરવામાં આવી છે. ગળસુંઢા રોગના કારણે ઘેટા-બકરા ના મોત થયા હોય તેવું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહી છે. પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચા કારણ જાણવા મળી શકે છે.

સામાન્ય રીતે ઘેટા બકરા ખુલ્લામાં રાખવામાં આવે છે જો ઘેટા બકરા ને એકસાથે વાડામાં પૂરી રાખવામાં આવે તો ચેક વધુ ફેલાય છે. પરંતુ હાલમાં જ મોહરમનો તહેવાર ગયો હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં ખુલ્લામાં રખડતા ઘેટા બકરાને ઉપાડી જવાના બનાવ બનતા હોય છે. તેને લઈને પાંજરાપોળ દ્વારા તમામ ઘેટા બકરાને એક જગ્યાએ પૂરવામાં આવ્યા હતા. પરિણામે એકબીજાનો ચેપ ફેલાય હોવાના કારણે મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Last Updated : Sep 12, 2019, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.