ગાંધીનગરઃ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બે દિવસ પહેલા મહિલાની સિઝેરિયન કરી ડીલેવરી કરાવાઈ હતી. પરંતુ ત્યાં મહિલાની સ્થિતિ ક્રિટીકલ જોવા મળતા ખાનગી હોસ્પિટલના તબીબોએ હાથ અધ્ધર કરી લીધા હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તે સમયે આ મહિલાને ફેફસામાં બીમારી જોવા મળી હતી. તે સમયે આ મહિલાને કોરોના પોઝિટિવના હતો. પરંતુ શંકાસ્પદ રીતે જોવામાં આવી હતી.
નોંધનીય છે કે,ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે પ્રકારના દર્દીઓને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ દર્દીઓ પાસેથી વચ્ચે તેમણે ઇન્ડોર હોસ્પિટલના આઠમા માળે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે જે દર્દીઓને કોઈ પણ બીમારીમાં ઓપરેશન કરાવ્યું હોય તેવા દર્દીઓને ઇન્ડોર હોસ્પિટલ પાંચમા માળે સારવાર આપવામાં આવી રહી છે. સિઝેરિયન કરેલી મહિલા શંકાસ્પદ હતી ત્યારે આ દર્દીને પાંચમા માળે બનાવેલા વોર્ડમાં સારવાર આપવી જોઈતી હતી.
સિવિલના સત્તાધીશોને જાણે ખબર જ ન હોય તે રીતે તેમણે આ મહિલાને આઠમા માળે પોઝિટિવ દર્દીઓ માટે બનાવેલા વર્ધમાન ધકેલી દેવામાં આવી છે, હવે સવાલ એ થાય છે કે જો મહિલા અને તેના નવજાત બાળકને ત્યાં રાખવાના કારણે કોરોના પોઝિટિવ આવશે તો જવાબદારી કોની રહેશે સુશીલના વર્ષોજૂના અનુભવીઓ અને સત્તામાં બેઠેલા અધિકારીઓ દર્દીને સારવાર કેવી રીતે આપવી તે પણ ભૂલી ગયા ?. જો આ જ રીતે ઓપરેશન વાળા દર્દીઓને કોરોના પોઝિટિવ વોર્ડમાં ધકેલી દેવામાં આવશે તો અહીંયા આવતા તમામ લોકો સારા થવાની જગ્યાએ પોઝિટિવ થશે તેમાં બેમત નથી.