ETV Bharat / state

દહેગામ બેઠક ટિકિટ માટે કરોડની માગણીનો કામિનીબા રાઠોડનો આક્ષેપ, કોંગ્રેસે પ્રતિક્રિયામાં શું કહ્યું સાંભળો - જગદીશ ઠાકોર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે દહેગામ વિધાનસભા બેઠક ( Dahegam Assembly Seat ) ની ટિકિટ શંકાના ઘેરામાં છે. દહેગામના પૂર્વ એમએલએ કામિનીબા રાઠોડ ( Kaminiba Rathod ) તેમની પાસે ટિકિટ માટે એક કરોડ રુપિયાની માગણી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રતિક્રિયા ( Congress Reaction ) આપી છે. કોંગ્રેસની ટિકિટ વહેંચણી વિશે અલ્પેશ ઠાકોરે ( Alpesh Thakor ) પણ તીખા બોલ બોલ્યાં છે.

દહેગામ બેઠક ટિકિટ માટે કરોડની માગણીનો કામિનીબા રાઠોડનો આક્ષેપ, કોંગ્રેસે પ્રતિક્રિયામાં શું કહ્યું સાંભળો

author img

By

Published : Nov 17, 2022, 8:04 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં કોંગ્રેસે પૈસાના જોરે ટિકિટ વહેચણી કરી હોવાનો આક્ષેપ થયો છે. ગાંધીનગરના દહેગામ વિધાનસભા બેઠક ( Dahegam Assembly Seat ) ના કોંગ્રેસના દાવેદાર કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod )મીડિયામાં નિવેદન આપીને સમગ્ર ગુજરાતની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેઓએ દહેગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષમાં દાવેદારી કરીને કોંગ્રેસ ઉપર અનેક પ્રકારના આક્ષેપ પણ કર્યા છે.

કામિનીબા રાઠોડની વાતે રાજકીય ગરમાવો લાવી દીધો

1 કરોડની માગ કરવામાં આવી દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને હાલમાં દહેગામ બેઠકના અપક્ષ ઉમેદવાર કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod ) મીડિયા સાથેની વાતચીત નિવેદન સાથે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતાં કે દહેગામ વિધાનસભા બેઠક ( Dahegam Assembly Seat )ની ટિકિટને લઇે મારા ઉપર છેલ્લા સાત દિવસથી દબાણ થઈ રહ્યું હતું. પહેલા મારી જોડે એક કરોડની માંગ કરવામાં આવી. જ્યારે મારા પતિને તાવ આવતો હોવાનું બહાનું કાઢીને મેં વાતને લંબાવી હતી અને હું જાણવા માંગતી હતી કે આવું ખરેખર થાય છે કે નહીં. વર્ષ 2012 અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં આવું ક્યારેય મેં જોયું નથી. ત્યારે whatsapp ફોન ઉપર મને એવો જવાબ આપવામાં આવ્યો કે હવે આવી સિસ્ટમ થઈ ગઈ છે અને તમારે આ સિસ્ટમમાંથી પાસ થવું પડશે તો જ તમને ટિકિટ મળશે.

7 દિવસથી હતું દબાણ કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod )વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસથી મારા ઉપર દબાણ હતું અને મને ટોર્ચર કરવામાં આવતું હતું કે જો તમે પૈસા નહીં આપો તો છેલ્લી મિનિટોમાં તમારી ટિકિટ કપાઈ જશે. જ્યારે તમારી બેઠક માટે પ્રમુખ જગદીશ ઠાકોર ( Jagdish Thakor ) બીજાનું નામ પણ આપી રહ્યા છે જેથી જે પણ નિર્ણય કરો તે જલ્દીથી કરજો.

કોંગ્રેસના સર્વેમાં હું પ્રથમ નંબરે હતી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષો છ મહિના પહેલા જ સર્વેની શરૂઆત કરે છે ત્યારે કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod )આ બાબતે નિવેદન આપ્યું હતું કે છેલ્લા છ મહિના પહેલા વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે દહેગામ વિધાનસભા બેઠક ( Dahegam Assembly Seat )ઉપર સર્વે કર્યો હતો જેમાં હું પ્રથમ નંબરે હતી અને હું કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટેની પ્રબળ દાવેદાર હતી. પરંતુ છેલ્લા સમય મેં નક્કી કર્યું કે એક કરોડથી 70 લાખ રૂપિયા સુધીમાં નક્કી કરવું અને મારે આનું રેકોર્ડિંગ કરવું અને પાર્ટી સમક્ષ મૂકવું હતું.જ્યારે અનેક લોકો એવું પણ કહેશે કે બેનને ટિકિટ ન મળી એટલે આવી રજૂઆત કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓને રેકોર્ડીંગ આપ્યું પણ કોઈ નિર્ણય નહીં દહેગામ વિધાનસભા બેઠક ( Dahegam Assembly Seat )ના અપક્ષ ઉમેદવાર કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod )મીડિયા સમક્ષ વધુમાં નિવેદન આપ્યા હતાં કે મહિલાઓના હકની વાત કરીએ છીએ તો શું આવો હક્ક છે ? મોડી રાત્રે મોટા નેતાને રેકોર્ડ આપવામાં આપ્યું પણ કોઈ નિર્ણય નહીં. કોંગ્રેસના નેતાઓ ફક્ત નિવેદન આપે છે પગલાં ભરીશું, ક્યારે પગલાં ભરશો, ફક્ત ધતિંગ જ થઈ રહ્યા છે, હવે ડેમેજ કંટ્રોલ કમિટી રચાશે, પછી તપાસ થશે પછી એવા જ લોકોને ટિકિટ આપશે અને કોંગ્રેસ જ એવા વ્યક્તિનો પ્રચાર કરશે. હું લોકોને કહેવા માગું છું કે સાચા માર્ગે સાચી દિશામાં તમે પણ બહાર આવો અને અપક્ષને મતદાન કરો.

મારે ટિકિટ જોઈતી હોય તો મેં પૈસા આપી દીધા હોત કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod )વધુમાં નિવેદન કર્યાં હતાં કે જો મારે પૈસાથી ટિકિટ લેવી હોય તો હું પૈસા જમા કરાવી જ દેત, હું ટિકિટ ખરીદવા માંગતી ન હતી., મારે આ બધું પકડવું હતું. એટલે રકમ બોલવી પડી. જ્યારે સામેનો વ્યક્તિ આંકડો બોલતા ન હતાં. અત્યારે મને લાગ્યું કે મેં પૈસા આપી દીધા હોય તો મારી ટિકિટ ( Dahegam Assembly Seat )ફાઇનલ હતી. જ્યારે મેં કોંગ્રેસ પક્ષ માટે દિલથી કામ કર્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ મને ખૂબ દબાણ કર્યું હતું. તેમ છતાં પણ હું દબાણમાં આવી ન હતી. આ આક્ષેપ નથી, વાસ્તવિકતા છે. હિન્દીભાષી વ્યક્તિ છે, જીતથી અમને લેવાદેવા નથી, અમે તમને ટિકિટ આપીશું તેવું નિવેદન પણ કામિનીબા રાઠોડે આપ્યું હતું.

કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી કામિનીબા રાઠોડ ( Kaminiba Rathod ) ના આક્ષેપને લઇને કોંગ્રેસની પ્રતિક્રિયા ( Congress Reaction ) સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા હીરેન બેંકરે જણાવ્યું હતું કે જે રીતે કોંગ્રેસને જનસમર્થન મળી રહ્યું છે એના કારણે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ખરેખર તો બોખલાઇ ગઈ છે. ચૂંટણીના સમયે આ પ્રકારની પ્રકારની વાતો કરીને કોંગ્રેસ પક્ષને કેમ કરીને એની છબી ખરડાવામાં આવે કેમ કરીને કોંગ્રેસને સત્તામાં આવતા અટકાવવામાં આવે એ પ્રકારનું ષડયંત્ર આપણી સામે જોવા મળી રહ્યું છે. સત્તામાં ભારતીય જનતા પાર્ટી બેઠેલી છે એમની પાસે તંત્ર છે, એજન્સીઓ છે,તમામ પ્રકારની વ્યવસ્થા છે તો આ પ્રકારના બનાવ બને તો તપાસ કરવામાં આવે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ક્યાંથી ફોન આવે છે કોના ફોન આવે છે એની પર કોઈ પુષ્ટિ થતી નથી અને ચૂંટણી ટાઈમે જ કેમ આવે છે?

શું કહ્યું અલ્પેશ ઠાકોરે ? કોંગ્રેસની ટિકિટ વહેંચણી વિશે અલ્પેશ ઠાકોરે પણ ( Alpesh Thakor ) ટીકા કરી છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોરે ફોર્મ ભર્યા બાદ આ બાબતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી સમયે સક્રિય થાય છે. કોંગ્રેસના નેતા ટિકિટના નામે મોટો વહીવટ કરે છે. કોંગ્રેસની 182 બેઠકની ટિકિટની વહેંચણીમાં મોટા વહીવટ થયા હોવાના આક્ષેપ પણ અલ્પેશ ઠાકોરે કર્યા હતાં. જ્યારે કોંગ્રેસના મોટાં નેતાઓ ટિકિટના નામે પૈસા ઉઘરાવીને પોતાનું ઘર ભરતા હોવાના આક્ષેપ પણ અલ્પેશ ઠાકોરે કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.