ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર અપાયાં, 1077 નંબર પણ સહાય ઉપલબ્ધ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત થઇ ગયાં છે. જેમાં રાહત અને બચાવ સહાય માટે કંટ્રોલરૂમના નંબરો આપવામાં આવ્યાં છે તેના પર સંપર્ક કરવા સરકારે અનુરોધ કર્યો છે. આ ઉપરાંત 1077 નંબર પણ સહાય ઉપલબ્ધ બની રહેશે.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર અપાયાં, 1077 નંબર પણ સહાય ઉપલબ્ધ
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર અપાયાં, 1077 નંબર પણ સહાય ઉપલબ્ધ
author img

By

Published : Jun 13, 2023, 8:30 PM IST

ગાંધીનગર : ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

કંટ્રોલરૂમના નંબરો
કંટ્રોલરૂમના નંબરો

15 તારીખે બિપરજોય ટકરાશે : રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિપરજોય નામનું વાવાઝોડું 15 તારીખે સવારે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું હતું. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે 130 કિલોમીટર પ્રતિ કલાકના પવનની ગતિ સાથે વાવાઝોડું સાંજના અથવા તો બપોરના સમયે લેન્ડફોલ થશે.

નિર્દેશિકાનું પાલન કરવા અપીલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને પહોચી વળવા તેમજ જનતાની સલામતી અને રાહત બચાવ કામગીરીમાં સહયોગ કરવા અપીલ કરી છે. તેમણે નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ અને નિર્દેશિકાનું પાલન કરવા અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના માર્ગદર્શનમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતી માટે સેવારત છે. ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ..ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)

ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. બિપરજોય વવઝોડાની આ સંભવિત આપતીને પહોંચી વળવા રાજ્ય સરકારે જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપતાં કહ્યું કે સરકાર દ્વારા ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે વાવાઝોડામાં આગોતરા બચાવ, રાહત, પુન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે.

સલામતી, સાવચેતી અને અગમચેતી મુખ્યપ્રધાને સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતી માટે સેવારત છે.

  1. Biparjoy Impact: બિપરજોય વાવાઝોડું નબળું કરી રહ્યું છે ચોમાસુ, ગરમી વધવાથી અન્નદાતાઓને વરસાદની જોવી પડશે રાહ
  2. Cyclone Biparjoy: 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના
  3. Cyclone Biparjoy: સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 40 બેડનો ઇમરજન્સી વોર્ડ ઉભો કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.