ETV Bharat / state

વિધાનસભામાં ક્રિકેટ ફીવર, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભારતીય ટીમની ટી-શર્ટમાં જોવા મળ્યા - Gujarati news

ગાંધીનગર: આજે ક્રિકેટ વર્લ્ડકપમાં ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે વિધાનસભા ગૃહમાં ભાજપના સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઇન્ડિયા ટીમને પ્રોત્સાહિત કરવા વિધાનસભા ગૃહમાં ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરી હાજરી આપી હતી.

વિધાનસભામાં ક્રિકેટ ફીવર, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભારતીય ટીમની ટી-શર્ટમાં જોવા મળ્યા
author img

By

Published : Jul 9, 2019, 6:42 PM IST

આ બાબતે ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ મેચ છે. સમગ્ર દુનિયામાં આ મેચ જોવાઈ રહી છે. દેશના તમામ લોકો ભારતને વર્લ્ડ કપ જીતતું જોવા માટે ઉત્સુક છે. એટલે ઇન્ડિયા ટીમને સપોર્ટ કરવા માટે મેં ગૃહમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમની ટી-શર્ટ પહેરી છે. આ બાબતે ભાજપ કોંગ્રેસ તમામ એકસાથે છે. આજે વિધાનસભા ગૃહમાં 2 બેઠક રાખવામાં આવી હતી. એટલે ક્રિકેટનું એક સેશન છૂટી જશે તેનું દુઃખ છે."

વિધાનસભામાં ક્રિકેટ ફીવર, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભારતીય ટીમની ટી-શર્ટમાં જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વિશ્વકપની સેમિફાઈનલ રમાઈ રહી છે. ભારતીય ટીમ આજે વિજય મેળવશે તો ફાઈનલમાં પ્રવેશ કરશે. વિરાટ કોહલીને આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપની લીગ મેચમાં 7 મેચમાં વિજય મેળવ્યો હતો.

Intro:ગુજરાત વિધાનસભા ગૃહમાં ક્રિકેટ ફીવર છવાયો, ભાજપના યુવા ધારાસભ્ય ઇન્ડિયાની ટી શર્ટ પહેરી ગૃહમાં આવ્યા..

ગાંધીનગર : આજે આઈ. સી.સી. ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં ભાજપના સુરતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઇન્ડિયા ટિમ ને સપોર્ટ કરવા માટે વિધાનસભા ગૃહમાં ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને ગૃહમાં હાજરી આપી હતી..Body:આ બાબતે ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ ની મેચ છે. સમગ્ર દુનિયા આ મેચ જોઈ રહી છે. દેશના તમામ લોકો ઉત્સુક છે કે ભારત વર્લ્ડ કપ જીતે. જેથી ઇન્ડિયા ટીમને સપોર્ટ કરવા માટે મેં ગૃહમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ ની ટી શર્ટ પહેરી છે. આ બાબતે ભાજપ કોંગ્રેસ તમામ એક સાથે છે. જ્યારે આજે વિધાનસભા ગૃહમાં 2 બેઠક રાખવામાં આવી હતી. જેથી ક્રિકેટનું એક સેશન છૂટી જશે તેનું દુઃખ છે. પણ અહીંયા સમાજ ની પણ જવાબદારી છે. જેથી ગૃહ છોડી શકાય તેમ નથી એટલે અહીંયા ગૃહમાં રહીને ટીમ ને સપોર્ટ કરીશ...Conclusion:આજે સમગ્ર દેશમાં ભારત ન્યુઝીલેન્ડ મેચ નો રંગ જામ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા સદનમાં ભારત ન્યુઝીલેન્ડ મેચનો રંગ જોવા મળ્યો હતો. સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ઇન્ડિયન ટીમની ટી શર્ટ પહેરીને આવ્યા ત્યારે લોકોમાં ચર્ચા નો મુદ્દો પણ બન્યો હતો. વિધાનસભા સત્ર બીજી બેઠકમાં તેઓ ઇન્ડિયા ટિમ ટી શર્ટ પહેરીને ગૃહની કામગીરીમાં ભાગ લીધો હતો. જ્યારે પહેલી વાર કોઈ ધારાસભ્ય ભારત ટીમની ટી શર્ટ પહેરી સદનની કામગીરીમાં ભાગ લીધો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.