● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં
● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નો-રિપીટ થિયરીનો અમલ નહીં
● પેજ કમિટીમાં નારણપુરાના પ્રમુખ તરીકે અમિત શાહ
● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બેઠકનો દોર શરૂ
ગાંધીનગરઃ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતનારી ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફરીથી એક્શનમાં આવી છે. ગુજરાતના 31 જિલ્લાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા છે, ત્યારે આ ચૂંટણીમાં કયા કાર્યકરોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તેને લઈને ભાજપ પ્રદેશ અગ્રણીઓની બેઠકોનો ધમધમાટ શરુ થઈ ચૂક્યો છે.
● કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમનું પેજ કમિટી પ્રમુખનું કાર્ડ સુપરત કરાશે
ઉલ્લેખનીય છે કે, પેજ કમિટીની સ્કીમ ભારતીય જનતા પાર્ટીએ ચલાવી છે. તેમાં નારણપુરા વિધાનસભામાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહે પેજ કમિટી બનાવી છે, જેના તેઓ પ્રમુખ છે. તેમનાથી ભાજપના કાર્યકરોના જોમ અને જુસ્સો વધશે. તેમજ તેમનું એ કાર્ડ તેમને સુપરત પણ કરાશે.