- રાજ્યમાં વધી રહેલા પ્રદૂષણનાં મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અરજીને સ્વીકારી
- HCએ અરજીને દાખલ કરીને અંતિમ સુનાવણી માટે નિયત કરી
- કોર્ટે પ્રદૂષણના મુદ્દાને જાહેર હિતનો અને અતિ મહત્વનો ગણાવ્યો
ગાંધીનગરઃગુજરાત હાઇકોર્ટે અરજદારે કરેલી અરજીને મહત્વની અને જાહેર હિતની માની અરજી ગ્રાહ્ય રાખી હતી. અરજીમાં અરજદાર તરફથી રજુઆત કરવામાં આવી છે કે, રાજ્યના મહાનગરો અને શહેરોમાં વાયુ પ્રદુષણના વધતા પ્રમાણને કારણે લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે. તેથી સરકાર કોલસાનો ઉપયોગ ઘટાડી અને નેચરલ ગેસ કે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ વધારવા પાછળ પ્રયત્ન કરે તેવા નિર્દેશ હાઇકોર્ટ આપે તેવી માંગણી કરવામાં આવી છે. આ મામલે 29 ઓક્ટોબરના રોજ અંતિમ સુનાવણી થશે.
વધતુ પ્રદુષણ જાહેર આરોગ્ય માટે ગંભીર
ઓસ્ટ્રેલિયા સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લાઇડ સિસ્ટમ્સ એનાલિસિસ (IIASA) અને કાઉન્સિલ ઓન એનર્જીએ વર્ષ 2019માં પ્રકાશિત એક રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે, ગુજરાતમાં દર વર્ષે 25 હજાર મેટ્રિક ટન જીવલેણ વાયુ તત્વો વાતાવરણમાં ભળી રહ્યા છે. અને પ્રદૂષણના સ્તરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વધુમાં આવા પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી આરોગ્ય પર શું અસર પડી શકે છે તેનો પણ ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે ઓદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં 1,038 મેટ્રિક ટન સલ્ફર ડાયોક્સાઇડ, 629.5 ટન નાઇટ્રોજન ઓક્સાઇડ અને 403.1 ટન એમોનિયા હવામાં દાખલ થઈ રહ્યો છે. આ તમામ પ્રદૂષણ જાહેર આરોગ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
આ પણ વાંચોઃ હાઇકોર્ટે ફાયર સેફટી મામલે સરકારને આદેશ આપ્યા બાદ પણ અમલવારી નહીં
આ પણ વાંચોઃ ભુપેન્દ્ર પટેલની સરકારને 1 મહિનો પૂર્ણ, જૂઓ આ લીધા નિર્ણયો