- રાજ્યના કોરોનાનો કહેર ઘટ્યો
- છેલ્લા ઘણા દિવસોથી કોરોના અંક 1000થી નિચે
- આજે 5 જ કોરોના દર્દીના મોત
- રિકવરી રેટ 90 ટકા ની આસપાસ
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા છેલ્લા અમુક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોના વાઈરસથી રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. આજદિન સુધી રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,72,944 થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 935 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 5 દર્દીના મોત થયા છે.
ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 90 ટકાની આસપાસ
રાજ્યમાં 5 લાખથી વધુ લોકો કોરોન્ટાઇલ
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ 19ના કેસની યાદી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 935 જેટલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે, આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 3719 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 5,10,916 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,10,809 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન છે. રાજ્યમાં કુલ 1,56,119 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 13,106 છે અને 59 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,574 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 51,574 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 793.45 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે, ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 60,53,847 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 935 કેસ નોંધાયેલ છે.