ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં 1311 પોઝિટિવ કેસ નોંધાયા, 1148 દર્દીઓ સ્વસ્થ થયા, 16ના મોત

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1,03,006 થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1311 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 16 દર્દીનાં મોત થયા છે.

CORONA UPDATE
CORONA UPDATE
author img

By

Published : Sep 5, 2020, 10:01 PM IST

ગાંધીનગર: રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 1,03,006 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 1148 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 83,546 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિંડ-19ના કેસની યાદી પ્રમાણે શનિવારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1311 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના મોત થયા છે.

ગુજરાત અપડેટ
ગુજરાત અપડેટ

આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,094 જેટલા મૃત્યુ નોંધાયા છે. હાલની પરિસ્થિતિ મુજબ 5,59,519 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,67,381 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. રાજ્યમાં કુલ 83,546 દર્દીઓને રજા આપવામાં આવી છે અને કુલ એક્ટિવ કેસ 16,366 છે. આ ઉપરાંત 85 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ગુજરાત અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે શનિવારે રાજ્યમાં કુલ 72,711 ટેસ્ટ ક૨વામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1119.24 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થઇ રહ્યા છે.

૨ાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,08,120 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે તેમજ ગુજરાત નો રિકવરી રેટ 81.11 ટકા થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.