ETV Bharat / state

ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી પરત ફરેલ 2 નાગરિકો કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ કરાયા

કોરોનાએ ગાંધીનગરમાં પણ એન્ટ્રી કરી દીધી છે. દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફરેલ 2 નાગરિકો કોરોનાનો ભોગ બન્યા છે. આ બંને દર્દીઓને અત્યારે હોમ આઈસોલેટ કરાયા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. CORONA Pandemic 2 Patient Positive Home Isolates

ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી પરત ફરેલ 2 નાગરિકો કોરોના પોઝિટિવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 6:42 PM IST

Updated : Dec 19, 2023, 9:47 PM IST

ગાંધીનગરઃ કોરોના મહામારી ભારત સહિત સમગ્ર વિશ્વ વેઠી ચૂક્યું છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જ કોરોનાના નવા વેરિયન્ટ સંદર્ભે તમામ રાજ્ય માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

સેક્ટર 6માં 2 દર્દીઓઃ ગાંધીનગરના સેક્ટર 6માં રહેતી 59 અને 57 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાઓ તાજેતરમાં દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને પરત ફરી હતી. આ દર્દીઓને છેલ્લા 2 દિવસથી ઠંડી લાગતી હતી અને તાવ પણ રહેતો હતો. આ બંને મહિલા દર્દીઓનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ રિઝલ્ટ આવ્યું હતું. આ દર્દીઓને કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર 7 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની જિનોમ સિકવન્સ પણ ચેક કરવામાં આવશે જેનાથી કોરોનાના નવા વેરિયન્ટ વિશે માહિતી મળી શકે.

સેક્ટર 6ની બંને મહિલા દર્દીઓમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. આ દર્દીઓને હાલ કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઘરે 7 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. હવે તેમની જિનોમ સિકવન્સ પણ ચેક કરવામાં આવશે જેથી તેમનામાં કોરોનાના નવો વેરિયન્ટ છે કે નહીં તે ખબર પડે...કલ્પેશ ગોસ્વામી(આરોગ્ય અધિકારી, ગાંધીનગર મ્યુનિ. કોર્પો.)

સરકારની કામગીરીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા 20મી ડિસેમ્બરના રોજ દેશના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરવાના છે. જેમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી કામગીરી તેમજ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. 2 દિવસ અગાઉ જ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હોસ્પિટલ્સમાં મોક ડ્રિલ કરવા સૂચન કર્યુ હતું. જેને અનુલક્ષીને ગુજરાત સરકારે તમામ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રમાણ અને ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરી હતી. કેન્દ્ર સાથેની બેઠક બાદ ગુજરાત સરકાર કોરોનાના નવા વેરિયન્ટ સંદર્ભે નવી ગાઈડ લાઈન્સ જાહેર કરી શકે છે.

  1. બાળકોનું ધ્યાન રાખજો; નવા વાયરસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક, કોરોના સમયની તૈયારીઓ ફરી શરૂ કરાઈ
  2. કોરોના વાયરસ બાદ વધુ એક મહામારી આપશે દસ્તક, આરોગ્ય વિભાગે કર્યા લોકોને સચેત...

Last Updated : Dec 19, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.