ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને કારણે સેંકડો લોકો રસ્તા પર ઉતરીને આરોપીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવા દેખાવો સમગ્ર દેશમાં બની રહ્યા છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે કોઈ જ ગંભીરતા દાખવવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓના સરકારના સૂત્રની સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતુ.
રાજ્યમાં તેમજ દેશમાં નાની બાળકીઓ ઉપર તેમજ મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે "બેટી પઢાવો બેટી બચાવો" ના સૂત્રને રાજ્ય સરકાર સાર્થક કરે આવા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવો કાયદો બનાવવામાં આવવો જોઈએ અને રાજ્યમાં દેશમાં નાની બાળકીઓ પર મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા પ્રત્યે સતત ઉદાસીન રહી છે.
ગુજરાત સરકારને ફાળવવામાં આવેલા કરોડો રૂપિયા માત્ર નજીવી રકમ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર માટે મહિલાઓ માટે ગંભીર બાબત છે. નિર્ભયા ફંડમાંથી ગુજરાત સરકાર પણ પાછળ રહેલ છે, જે સાબિત થાય છે દિન-પ્રતિદિન મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, મૃણાલી જોશી, સંગીતાબેન ચૌહાણ ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિતના નેતાઓ અને કાર્યકરોએ સખતમાં સખત સજાની કાર્યવાહી કરવાની માગ સાથે આજે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.