આ બિલ 11જુલાઇ 2019 ના રોજ ગુજરાતના ખેડૂતો માટે દેવામાફીના બિલની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે. દેવામાફીનું બિલ ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા મુકવામાં આવશે. વિધાનસભામાં ચર્ચાના અંતે આ બિલ મત માટે મુકવામાં આવશે.જો બિલ બહુમતીથી પાસ કે નાપાસ થશે તે હવે જોવાનું રહ્યું. જો આ બિલ ફેવરમાં હશે તો ભાજપના 10 થી 12 ધારાસભ્યોનો ટેકો મળશે.આ બિલ વિધાનસભામાં પાસ થાય તો ખેડૂતોમાં માટે આનંદના સમાચાર હશે.
વિધાનસભામાં 80 ટકા થી વધુ ધારાસભ્યો ગરીબ ખેડૂતોના મતોથી ચૂંટાઇને બેઠાં છે. ત્યારે હર્ષદ રીબડીયા એ આ બિલ અંગે જણાવ્યું હતું કે જો ખેડૂતો પોતપોતાના વિસ્તારના ધારાસભ્યોને વિંનતી કરે કે આ અમારા ખેડૂતના દેવામાફીના બિલના ફેવરમાં મત આપો તો આ બિલ વિધાનસભામાં પાસ થઇ જશે.જો બિલ પાસ થશે તો દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થઇ જશે.