ETV Bharat / state

પબુભા માણેકના પગાર ભથ્થા બંધ કર્યા, પરંતુ અધ્યક્ષ લેખિત આપતા નથી :અમિત ચાવડા - dwarka

ગાંધીનગરઃ રાજ્યમાં કોંગ્રેસની 'એક સાંધે અને તેર તૂટે' જેવી સ્થિતિ ચાલી રહી છે. બુધવારે કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા અને પબુભા માણેકને સસ્પેન્ડ કરવા મુદ્દે વિધાનસભાના અધ્યક્ષને મળ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, નામદાર કોર્ટ દ્વારા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. ત્યારે આ બંને નેતાઓને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પબુભા માણેકની બાબતમાં અધ્યક્ષે કહ્યું કે તેમના પગાર ભથ્થા બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ બાબતે તેમણે લેખિત આપવાનો ઇનકાર કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 8, 2019, 7:55 PM IST

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઉમેદવારી ફોર્મ દરમિયાન ખોટું એફિડેવિટ કરવામાં આવ્યું હતું. તેને લઈને નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં પબુભા માણેકને ધારાસભ્યપદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, દંડક અશ્વિન કોટવાલ, સી. જે. ચાવડા સહિતનું ડેલિગેશન વિધાનસભાના અધ્યક્ષને મળ્યું હતું. ત્યારે આગામી ત્રણ દિવસમાં આ બંને નેતાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

પબુભા માણેકના પગાર ભથ્થા બંધ કર્યા, પરંતુ અધ્યક્ષ લેખિત આપતા નથી :અમિત ચાવડા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, જ્યારે ભગવાન બારડનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે તાત્કાલિક ધોરણે અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે ભાજપના ધારાસભ્યોની વાત કરવામાં આવે છે, ત્યારે શા માટે તેમને સસ્પેન્ડ કરવા માટે રાહ જોવામાં આવી રહી છે ? જ્યારે અલપેશ ઠાકોર બાબતે તાજેતરમાં કોંગ્રેસના દંડક દ્વારા અધ્યક્ષને સસ્પેન્ડ કરવા માટે અરજી કરી છે. ત્યારે તેની ઉપર પણ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ બંને નેતા ઉપર આગામી 3 દિવસમાં કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ.

Intro:

હેડિંગ) પબુભા માણેકના પગાર ભથ્થા બંધ કર્યા, પરંતુ અધ્યક્ષ લેખિત આપતા નથી : અમિત ચાવડા

ગાંધીનગર,

રાજ્યમાં કોંગ્રેસની એક સાંજે અને તેર તૂટે જેવી સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આજે બુધવારે કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ અને પબુભા માણેકને સસ્પેન્ડ કરવા મુદ્દે વિધાનસભાના અધ્યક્ષને મળ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, નામદાર કોર્ટ દ્વારા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. ત્યારે આ બંને નેતાઓને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પબુભા માણેક ની બાબતમાં અધ્યક્ષે કહ્યું કે તેમના પગાર ભથ્થા બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ બાબતે તેમણે લેખિત આપવાનો ઇનકાર કર્યો હતો.

Body:દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઉમેદવારી ફોર્મ દરમિયાન ખોટું એફિડેવિટ કરવામાં આવ્યું હતું. તેને લઈને નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં પબુભા માણેકને ધારાસભ્યપદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ બાબતે આજે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, દંડક અશ્વિન કોટવાલ, સી.જે.ચાવડા સહિતનું ડેલિગેશન વિધાનસભાના અધ્યક્ષને મળ્યું હતું. ત્યારે આગામી ત્રણ દિવસમાં આ બંને નેતાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

Conclusion:કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, જ્યારે ભગવાનભાઇ બારડ નો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે જ તાત્કાલિક ધોરણે અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે ભાજપના ધારાસભ્યોની વાત કરવામાં આવે છે. ત્યારે શા માટે તેમને સસ્પેન્ડ કરવા માટે રાહ જોવામાં આવી રહી છે ?. જ્યારે અલપેશઠાકોર બાબતે તાજેતરમાં કોંગ્રેસના દંડક દ્વારા અધ્યક્ષ ને સસ્પેન્ડ કરવા માટે અરજી કરી છે. ત્યારે તેની ઉપર પણ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ બંને નેતા ઉપર આગામી ત્રણ દિવસમાં કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.