ETV Bharat / state

રાજ્યના પાટનગરમાં પોલીસ કમિશનરની નિમણૂક થશે, આર.બી. બ્રહ્મભટ્ટ CP બને તેવી સંભાવના

author img

By

Published : Jan 16, 2021, 8:06 PM IST

રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેર વિકાસની ગતિએ આગળ વધી રહ્યા છે. આ શહેર પોલીસ કમિશનર વિસ્તાર છે, ત્યારે વધુ એક શહેર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ પોલીસ કમિશનર (CP)ની નિમણૂક કરવામાં આવશે.

રાજ્યના પાટનગરમાં પોલીસ કમિશનરની નિમણૂક થશે, આર.બી. બ્રહ્મભટ્ટ CP બને તેવી સંભાવના
રાજ્યના પાટનગરમાં પોલીસ કમિશનરની નિમણૂક થશે, આર.બી. બ્રહ્મભટ્ટ CP બને તેવી સંભાવના
  • ગાંધીનગરમાં પોલીસ કમિશનરની થશે નિમણૂક
  • રાજ્ય સરકારે આપી મંજૂરી
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા બાદ ગાંધીનગર પાંચમું શહેર

ગાંધીનગરઃ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેર વિકાસની ગતિએ આગળ વધી રહ્યા છે. આ શહેરો પોલીસ કમિશનર વિસ્તાર છે, ત્યારે ગાંધીનગરમાં પણ પોલીસ કમિશનર (CP)ની નિમણૂક કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે.

રાજ્યનું પાંચમું શહેર બનશે ગાંધીનગર

રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં પહેલેથી જ કમિશનર કક્ષાના અધિકારીઓ છે. આ તમામ શહેરોને પોલીસ કમિશનર મળ્યા છે. જ્યારે અન્ય શહેરોમાં SP કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ હવે ગાંધીનગર શહેરના વિકાસને ધ્યાને લઇને રાજ્ય સરકારે ગાંધીનગરમાં પણ પોલીસ કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

વડોદરાના પૂર્વ CP આર.બી.બ્રહ્મભટ્ટની ગાંધીનગર CP તરીકે નિમણૂક થાય તેવી શક્યતા

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર શહેરના પોલીસ કમિશનર નિમવાની જાહેરાત બાદ શહેરના પ્રથમ પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે પણ અનેક વાતો સામે આવી રહી છે. ત્યારે અક્ષરધામ હુમલામાં મહત્વનું કામ કરનાર અને વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટનું નામ મોખરે ચાલી રહ્યું છે. જ્યારે બીજા નામ તરીકે અભય ચુડાસમાને પણ ગાંધીનગર શહેરના પોલીસ કમિશનર બનાવાય તેવી શક્યતાઓ સેવાય રહી છે.

કેવું હશે ગાંધીનગર શહેર પોલીસ કમિશનરનું માળખું

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર શહેરમાં પોલીસ કમિશનરની જાહેરાત કરી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પોલીસ કમિશનરનું માળખું કેવું હશે તેની વાત કરીએ તો ગાંધીનગર પોલીસ કમિશનર હેઠળ કુલ ગાંધીનગરના 2 ઝોન પાડવામાં આવશે. જેમાં DCP Zone-1 અને DCP Zone-2 તરીકેની અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જ્યારે ACP કક્ષાના કુલ 4 ડિવિઝન કરવામાં આવશે. આ સાથે DCB એડમીન DCP ક્રાઈમ અને ટ્રાફિક ઉપરાંત DCP સિક્યુરિટીના પણ વિભાગો પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.