ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિરમાં એશિયન રેડિયોલોજી ફોરમ એસોસિએશનની 73મી વાર્ષિક કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં થઈ રહેલા બદલાવને લઈને ગાંધીનગર ખાતે ત્રણ દિવસ માટે આ ખાસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રેડીયોલોજીસ્ટ એન્ડ રીસર્ચ એસોસિએશન દ્વારા ખાસ આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વમાં અને દુનિયામાં રેડીયોલોજીસ્ટ થયેલા સુધારા વધારા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત વધારાની જો વાત કરવામાં આવે તો એસોસિએશન દ્વારા ખાસ એક પ્રકારની એપ્લિકેશન પણ બહાર પાડવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની માહિતી ઉપરાંત પ્રાથમિક સારવાર સહિતની અનેક માહિતી ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય કોઈ પ્રવાસ અથવા તો એક સ્થળથી બીજા સ્થળે જવા માટેની પણ ટેક્સી સર્વિસ પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.