ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમ દ્વારા સમાજના વિવિધ વર્ગો સાથે પ્રત્યક્ષ ટેલિફોનિક વાતચીત-વિડીયો કોલીંગથી તેમની ખબરઅંતર પૂછવા સાથે ફિડબેક મેળવતાં રહે છે. મુખ્યપ્રધાને રાજ્યના ઔદ્યોગિક કામદાર-શ્રમિકો, પરપ્રાંતિય મજૂરો જેઓ લોકડાઉનની સ્થિતિમાં ઊદ્યોગ એકમોમાં જ વસવાટ કરી રહ્યાં છે તેમ જ શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહ્યાં છે તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો.
કોરોના ‘લૉકડાઉન’માં CM રૂપાણીએ ઔદ્યોગિક એકમ અને શેલ્ટર હોમમાં શ્રમિકો સાથે કર્યો સંવાદ - લૉક ડાઉન
મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના વાયરસને પરિણામે લૉકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં ગરીબ, શ્રમિક વ્યકિતને કોઇ અગવડતા ન પડે, જીવનજરૂરી ચીજવસ્તુઓ, વ્યવસ્થાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્યના વહીવટીતંત્રને સતત માર્ગદર્શન આપતાં રહ્યાં છે. આજે સોમવારે સીએમ રૂપાણીએ આવા ઔદ્યોગિક એકમો અને શેલ્ટરહોમમાં વસવાટ કરતાં શ્રમિકો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરી હતી.
કોરોના ‘લૉક ડાઉન’માં CM રૂપાણીએ ઔદ્યોગિક એકમ અને શેલ્ટર હોમમાં શ્રમિકો સાથે કર્યો સંવાદ